પ્રજા વત્સલ રાજવી દરબાર શ્રી ભોજબાપુ ખાચરની ધર્મશાળામાં લોયાધામ ના સંતો ની પધરામણી.
આજરોજ પ્રજા વત્સ્ય રાજવી દરબાર શ્રી ભોજબાપુ ની ધર્મશાળામાં લોયાધામ થી કોઠારી શ્રી સરજુવલ્લભદાસજી સ્વામી તથા પવિત્રવલ્લભદાસજી સ્વામી પધારેલ સાથે આત્મા પ્રોજેક્ટ બોટાદ જિલ્લા સહ સંયોજક કનુભાઈ ખાચર પણ આવેલ ભોજબાપુની ધર્મશાળામાં ચાલતી વિવિધ પ્રવૃત્તિ વિશે માહિતી મેળવી સ્વામીએ ખૂબ જ રાજીપો વ્યક્ત કર્યો અને પ્રજા પ્રેમી રાજવી ની ઉદારતા ને બિરદાવી હતી વિશ્વ હિન્દુ પરિષદના બોટાદ જિલ્લા અધ્યક્ષ સતુભાઈ ધાધલ દ્વારા ખૂબ ભાવથી થી સ્વામીનું સ્વાગત કરેલ અને ફુલહાર તેમજ ભગવદ ગીતા આપી સન્માન કરેલ ત્યારબાદ કોઠારી સ્વામિ એ વિશ્વ હિન્દુ પરિષદ બોટાદ જિલ્લાના અધ્યક્ષ સતુભાઈ ધાધલ નું માળા પહેરાવી શાલ ઓઢાડી સન્માન કરેલ તેમજ જિલ્લા મંત્રી શશીકાંતભાઈ ગોહિલ તથા બજરંગ દળ ના જિલ્લા સંયોજક ભગીરથસિંહ વાઘેલા તેમજ બોટાદ પ્રખંડ અધ્યક્ષ મોન્ટુભાઈ માળી ખાસ હાજર રહ્યા હતા ભોજબાપુની ધર્મશાળામાં સ્વચ્છતા અને ચોખ્ખાઈ જોઈ ખૂબ રાજીપો વ્યક્ત કરેલ