મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી ફેડરેશન ની ૧૪મી વાર્ષિક સાધારણ સભા પાળીયાદ `(બોટાદ) માં મળી ગઈ
તા.૨૨/૮/૨૦૨૩
મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી ફેડરેશનની ૧૪ મી વાર્ષિક સાધારણ સભા ફેડરેશનના પ્રમુખ શ્રી વિજયભાઈ બારોટના અધ્યક્ષ સ્થાને પાળીયાદની પ્રસિદ્ધ પરમ પૂજ્ય વિહળાનાથની જગ્યામાં જગ્યા ના મુખ્ય વ્યવસ્થાપક પરમ પૂજ્ય ભયલુબાપુના અતિથિ પદે યોજાઈ ગઈ જેમાં ફેડરેશનના સભાસદો તથા સહકાર ભારતીના હોદ્દેદારો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય તથા વિજયભાઈ ધાધલ દ્વારા સહકાર ગીતના ગાનથી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
ફેડરેશનના વાર્ષિક હિસાબો એજન્ડા મુજબની તમામ વિગતો ફેડરેશનના ઉપાધ્યક્ષ શ્રી વિજયભાઈ ચૌહાણે રજૂ કરેલ. ફેડરેશનના એમડી પિનાકીભાઈ વિઠલાણીએ આજે ૯ જિલ્લામાં ફેડરેશન કાર્યરત છે અને આજીવન સદસ્ય બનવા અનુરોધ કરેલ હતો.
આ પ્રસંગે સહકાર ભારતીય ના વિભાગ સહસંયોજક સવજીભાઈ શેખે દેશની સૌથી પહેલી ક્રેડિટ સોસાયટી ૧૮૮૯ માં વડોદરામાં બનેલ જેથી ગુજરાત એ ક્રેડિટ સોસાયટીન નું જન્મ સ્થળ છે. નાના મધ્યમ માણસો માટે વ્યાજબી દરે લોન સુખી સમૃદ્ધિ બનવાનું કાર્ય ક્રેડિટ સોસાયટીઓ કરી રહેલ છે. જે મીની બેંક જેવું કામકાજ છે તેમ છતાં થાપણ પરનો વીમો, વન ટાઈમ સેટલમેન્ટ જેવા લાભો સરકારી બેન્કોને મળે છે તે લાભો ક્રેડિટ સોસાયટીઓને મળવા રજૂઆત કરવા જણાવેલ.
બોટાદના ઇન્કમટેક્સના નિષ્ણાંત શ્રી ચેતનભાઇ કણજારીયા એ ઇન્કમટેક્સ બાબતે વિસ્તૃત માર્ગદર્શન આપેલ હતું. ફેડરેશનના પ્રમુખ શ્રી વિજયભાઈ બારોટે સોસાયટીમાં નફાકારકતા વધારવાના ઉપાયો તથા સોસાયટી વધુ સક્ષમ બને અન્ય કેટલાક પ્રશ્નો અંગે સરકારમાં અવારનવાર રજૂઆત કરી નિરાકરણ લાવવા ફેડરેશન સતત પ્રયત્નશીલ હોવાનું જણાવેલ.
આ કાર્યક્રમમાં ફેડરેશનના અમદાવાદ સહિતના જુદા જુદા જિલ્લાના પ્રતિનિધિઓ સહકાર ભારતીના વિજયભાઈ ધાધલ, કનુભાઈ ખાચર, પ્રફુલભાઈ શેઠ, નવનીતભાઈ મહેતા, બાપુભાઈ ધાધલ, મયુરસિંહ ભાટી, મહિલા પ્રકોસ્ટ નયનાબેન સરવૈયા તથા નીપાબેન મહેતા અને વકીલ શીલુ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું પ્રભાવિ સંચાલન સહકાર ભારતીય ના બોટાદ જિલ્લા પ્રમુખ તથા ફેડરેશનના ડાયરેક્ટર શ્રી ભુપતભાઈ ધાધાલે કર્યું હતું
અંતમાં આભાર વિધિ તથા અન્ય વ્યવસ્થા કષ્ટભંજન દેવ ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટીના મેનેજર કે ટી પટેલ દ્વારા કરવામાં આવેલ હતી
અહેવાલ કનુભાઈ ખાચર