લોમેવધામ ધજાળામાં પૂજ્ય શ્રી લોમબાપુની જગ્યામાં પાલનપુરી બારોટ દંપતીનું સન્માન.
સાયલા તાલુકાના ધજાળા પૂજ્ય શ્રી લોમબાપુની જગ્યા “લોમેવધામ” ખાતે પાલનપુર થી પધારેલ ગાયક ગોવિંદભાઇ બારોટ તેમજ સાહિત્યકાર શ્રી હસુમતી બેન ગોવિંદભાઇ બારોટ પાલનપુર વાળા દર્શને પધાર્યા .લોમેવધામ પૂજ્ય શ્રી લોમબાપુના સાનિધ્યમાં મહંત શ્રી ભરતબાપુના દર્શન કરી ધન્યતા અનુભવી સાયલા તાલુકાના ધજાળા લોમેવધામ જગ્યામાં દર્શન બાદ મહંત શ્રી ભરતબાપુ ભગત ની હાજરીમાં સંતવાણી કાર્યક્રમ રાખ્યો જેમાં ગોવિંદભાઇ બારોટ તેમજ હસુમતીબેન દ્વારા ખૂબ મોજ કરાવી આનંદિત કર્યા આ તકે ઝાલાવાડ ની વાત ના તંત્રી કિરીટભાઈ ખવડ પણ ઉપસ્થિત રહ્યા હતા .કાર્યક્રમ ના અંતે લોમેવધામ ના મહંત શ્રી ભરતબાપુ ભગત દ્વારા ગોવિંદભાઇ બારોટ તેમજ શ્રીમતી હસુમતી બેન ને પૂજ્ય બાપુ દ્વારા લોમબાપુની છબી અર્પણ કરી સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા.બારોટ દંપતિએ મહંત શ્રી ભરતબાપુ ભગતના આશીર્વાદ મેળવી ખૂબ રાજીપો વ્યક્ત કર્યો .એક સરળ સાદગી જીવન ધરાવતા સંત એટલે લોમેવધામ ધજાળા ના મહંત શ્રી ભરતબાપુના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
અહેવાલ કનુભાઈ ખાચર