એન.સી.ઓ રેન્ક ટેસ્ટમાં ઉતીર્ણ થયેલ હોમગાર્ડઝને રેન્ક અર્પણ કાર્યક્રમ
હોમગાઁડઝ કમાંડંન્ટ ડો પ્રફુલ્લ શિરોયા એ જનાવ્યુ હતુ કે સુરત શહેર હોમગાર્ડઝમાં ૧૮૮૯ જેટલા હોમગાર્ડઝ માનદસેવા કરી રહ્યા છે પરંતુ એનસીઓની સંખ્યા પૂરતા પ્રમાણમાં ન હોવાથી સંખ્યા પૂરતી કરવા માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ જેમાં અમદાવાદથી કમાન્ડન્ટ જનરલશ્રીની ઓફિસથી જશવંતસિંહ રાઠોડ, સુરતના સ્ટાફ ઓફિસર લીગલ શ્રી સી બી વોરા, સ્ટાફ ઓફિસર મેડિકલ ડો. જીગ્નેશભાઈ પટેલ, આર્મરર શ્રી પરેશભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા લેખિત પરીક્ષા પૂર્ણ કરવામાં આવેલ જે પરીક્ષામાં ઉતીરણ થયેલ હોમગાર્ડઝને રેન્ક પહેરાવવા માટેના કાર્યક્રમનું આયોજન સુરત જિલ્લા ઓફિસ, બહુમાળી ભવન પર રાખવામાં આવેલ જેમાં સચિન યુનિટના ઓફિસર શ્રી થોમસ પઠારે, રાંદેર યુનિટના ઓફિસર રાકેશ ઠક્કર, અને મહિલા યુનિટ તેમજ ડી ઝોન ના ઓફિસર શ્રી જયંતીભાઈ દવે, સી ઝોનના ઓફિસર ગીરીશભાઈ પટેલ, બી ઝોનના ઓફિસર શ્રી વખતમલ રામ પોતાના યુનિટ માંથી પ્રમોશન મળેલ હોમગાર્ડઝને રેન્ક આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા. તેમજ રાષ્ટ્રગાન ગાયને આ કાર્યક્રમની આ સમાપન કરવામાં આવેલ