ચોટીલા ની મોલડી ગામના શહિદ વીર ગૌરક્ષક રાજુભાઈ ખાચર ની ૧૩ મી પુણ્ય તિથિ એ શ્રદ્ધા સુમન રક્ત દાન કેમ્પ અને મહાનુભાવો નુ સન્માન
આજરોજ ચોટીલા ના મોલડી ગામના અને સૌરાષ્ટ્ર કાઠીયાવાડ ના પંચાળ પરગણા ના ગેબીનાથ પરંપરા ના મોલડી ના મહાન સંત પરમ પૂજ્ય શ્રી રતાબાપુ ભગત પરીવાર ના સ્વ.રાજુભાઈ પીઠુભાઈ ખાચર કે જેઓ એ વષોઁ પેલા ચોટીલા ના હરેશભાઈ ચૌહાણ સાથે અને અમારી સાથે શિવસેના મા જોડાયેલ જીવદયા ગૌરક્ષા નુ કાર્ય કરી આ ૧૫૦૦૦ પંદર હજાર ગૌવંશ બચાવેલ અને તા,૧૯,૮,૧૦, ના રોજ રાજકોટ ચોટીલા હાઈવે ઉપર કતલખાને જતી ગૌવંશની ગાડી નિકળવા ની બાતમી રાજુભાઈ ખાચર ને મળતા હરેશભાઈ ચૌહાણ વિગેરેની ટીમ સાથે વોચમાં હતા તે દરમ્યાન બાતમી મુજબ ની ગાડી નિકળતા તેનો પીછ્છો કરતાં રાજુભાઈ ખાચર ની ગાડીનું એક્સીડન્ટ થતાં રાજુભાઈ ખાચર શહિદ થયેલ તેથી તેમની યાદીમાં તેમના નામનો માર્ગ અને ચોટીલા થાન ચોકડીએ પુરાકદ નુ ટેચ્યુ મૂકી તે ચોકનું નામ રાજવીર ચોક નામ પાડેલ અને દરવષેઁ રાજુભાઈ ખાચર ની પુણતિથી એ પુષ્પાંજલિ નો અને મહા બ્લડ ડોનેશન નો કેમ્પ રાખવામાં આવે છે તેવીજ રીતે આજે તેમની ૧૩ મી પુણ્ય તિથિ એ પણ દરવષેઁ ની જેમ મહા બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવેલ અને અસંખ્ય જીવદયાપ્રેમીઓ ગૌરક્ષકો એ રક્તદાન કરેલ અને ચોટીલા ના ગૌરક્ષકો ની ટીમ હરેશભાઈ ચૌહાણ તથા અનકભાઈ ખાચર તથા પ્રશાંતભાઈ શાહ અને તેમની ટીમ દ્વારા રાજુભાઈ ખાચર ની ૧૩ મી પુણ્ય તિથિ મા ઉપસ્થિત અનેક મહાનુભાવો નુ વિવિધ પ્રકારે સન્માન કરેલ તેમા મોલડી રતાબાપુની જગ્યા ના મહંત શ્રી દાદબાપુ તથા ચોટીલા ચામુંડા મંદિર ના મહંત તથા ચોટીલા રાજવી પરિવાર ના મહાવીરભાઈ ખાચર તથા પૂર્વ ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણા તથા પ્રદીપભાઇ ખાચર તથા અન્ય મહાનુભાવો સાથે બોટાદ થી ખાસ ઉપસ્થિત રહેલ સમગ્ર ગુજરાત કાઠી દરબાર સમાજના સહમંત્રી બોટાદ ના ગૌરક્ષક સામતભાઈ જેબલીયા ને સાલ ઓઢાડી જલારામ મંદિર ની ખેસ પહેરાવી ચામુંડા માતાજીનો ફોટો અર્પણ કરી સંતો મહંતો દ્વારા સન્માન કરવામાં આવેલ તેમ બોટાદ ના ગૌરક્ષક સામતભાઈ જેબલીયા ની યાદીમાં જણાવે છે.