શ્રી હરિ વિદ્યા સંકુલ સનાળી મુકામે સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરાઈ
આજ રોજ શાળામાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી.કાર્યક્રમની શરૂઆતમાં દીપપ્રાગટ્ય ભગવાનભાઇ, વાલજીભાઇ, દલસુખભાઈ ના વરદહસ્તે કરવામાં આવ્યું હતું. મુખ્ય અતિથિ તરીકે શ્રી અવસરભાઈ નાકિયા (પૂર્વ જિલ્લા પ્રમુખશ્રી) ઉપસ્થિત રહ્યા હતાં અને તેમના વરદહસ્તે ધ્વજવંદન કર્યા બાદ શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વક્તવ્યો, દેશભક્તિગીતો, નાટકો, ગરબાઓ અને અંતમાં પીરામીડ રજુ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમને નિહાળવા મોટી સંખ્યામાં વાલીગણ ઉપસ્થિત રહ્યા હતાં.સમગ્ર કાર્યક્રમના અંતે શાળાના સંચાલકશ્રી ઘનશ્યામભાઈ ફતેપરાએ સર્વે મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષકમિત્રોએ ખુબ જ જહેમત ઉઠાવી હતી.
અહેવાલ કનુભાઈ ખાચર