શ્રી વિહળ ઇન્ટરનેશનલ વિદ્યાપીઠ ના પરીસર માં રાષ્ટ્રીય પર્વ 15 મી ઓગસ્ટ એટલે કે 77 માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી.
આજરોજ શ્રી વિહળ ઇન્ટરનેશનલ વિદ્યાપીઠ ના પરીસર માં રાષ્ટ્રીય પર્વ 15 મી ઓગસ્ટ એટલે કે 77 માં સ્વાતંત્ર્ય દિવસની સમગ્ર શાળા પરિવાર દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી અને આ રાષ્ટ્રીય પર્વમાં પૂજ્ય શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી નિર્મળાબા ના હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યોને અને આ રાષ્ટ્રીય પર્વને અનુરૂપ શાળાના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિવિધ કૃતિઓ રજૂ કરીને પોતાનો દેશપ્રેમ વ્યક્ત કરેલ અને આ રાષ્ટ્રીય પર્વમાં અતિથિ વિશેષ તરીકે પરમ પૂજ્ય વિસામણબાપુની જગ્યાના ગાદીપતિ એવા શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર પૂજ્ય નિર્મળાબા તથા પાળીયાદ જગ્યાના પ્રેરક પુજ્ય ભયલુબાપુ તથા વિહળ પરિવાર તથા શાળાના ટ્રસ્ટીગણ ગીરધરભાઇ પ્રજાપતિ, લક્ષ્મણભાઈ પ્રજાપતિ તથા શાળા સંચાલક શ્રી અરવિદભાઇ ચાંદપરા તથા શાળાના સહ સંચાલક શ્રી સંજયભાઈ પટેલ તથા સમગ્ર શાળા પરિવાર હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરેલ અને આ કાર્યક્રમમાં પ્રથમ ,દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરેલ.
અહેવાલ કનુભાઈ ખાચર