પાળીયાદ પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યામાં મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી ફેડરેશન લિ. ની 14 મી વાર્ષિક સાધારણ સભા મળનાર છે.
આગામી તારીખ 20/8/2023 ને રવિવારના રોજ સવારે 10:30 કલાકે મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર કો.ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીઝ ફેડરેશન ના ડાયરેક્ટર અને સહકાર ભારતી બોટાદ જિલ્લા ના ચેરમેન ભુપતભાઈ ધાધલ ના જણાવ્યા મુજબ વિહળ ધામ પાળીયાદ ખાતે ફેડરેશન ની 14 મી વાર્ષિક સાધારણ મળનાર છે. જેમાં વિસામણ બાપુ ની જગ્યા ના સંચાલક અને અખિલ ભારતીય સંત સમિતિ ના સદસ્ય પરમ પૂજ્ય ભયલુબાપુ ની અધ્યક્ષતા માં મળશે તેમાં ફેડરેશનના પ્રમુખ વિજયભાઈ બારોટ તથા એમ.ડી.પિનાકીનભાઈ વિઠલાણી તથા બોટાદ વિસ્તારના સહકારી અગ્નણી શવજીભાઈ શેખ તથા હરિરામ બાપુ તથા વિજયભાઈ ધાધલ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે આ ફેડરેશનમાં બોટાદ તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીના હોદ્દેદારો હાજરી આપી શકશે અને નવા સભાસદ થઈ શકશે એમ કનુભાઈ ખાચર ની યાદી જણાવે છે.