સૌરાષ્ટ્ર ની જગ વિખ્યાત દેહાણ પરંપરા ની પરમ પૂજ્ય શ્રી વિસામણ બાપુ ની જગ્યા કે જ્યાં પાંચાળ પ્રદેશ નું પ્રગટ પીરાણું અને લાખો લોકોની શ્રધ્ધા નુ કેન્દ્ર એવા પાળીયાદ વિહળધામ ના ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર અને ઠાકર વિહળાનાથ ના દર્શને આજ રોજ તા.૧૨/૦૮/૨૦૨૩ ને શનિવાર ના રોજ અમરેલી જિલ્લા ભાજપ ના પ્રભારી શ્રી તેમજ ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના યશસ્વી પ્રમુખ શ્રી મયંકભાઈ નાયક , ઉપપ્રમુખ શ્રી યોગેશભાઈ બોક્ષા અને જે. કે. ચાવડા , મંત્રી શ્રી મયુરભાઈ માંજરીયા તેમજ બોટાદ જિલ્લા બક્ષીપંચ મોરચા પ્રભારી મહેશભાઈ ચાવડા , અમરેલી જિલ્લા બક્ષીપંચ મોરચા ના પ્રમુખ રાજુભાઈ ભૂતૈયા , બોટાદ જિલ્લા બક્ષીપંચ મોરચા ના પ્રમુખ હિંમતભાઈ મકવાણા , મીડિયા ઇન્ચાર્જ કેતનભાઈ બ્રહ્મભટ્ટ તેમજ ગુજરાત પ્રદેશ દશનામ સમાજ ના પ્રમુખ ધર્મેન્દ્રગિરી ગૌસ્વામી તેમજ અમરેલી જિલ્લા બક્ષીપંચ મોરચા ઉપપ્રમુખ ધર્મરાજભાઈ વાળા તેમજ કારોબારી સદસ્યશ્રીઓ જેઠાભાઈ આડેદરા , ઘનશ્યામભાઈ ગોહિલ , ધર્મેશ અજાણી સહિત આવેલ હતા તેમજ આશીર્વાદ લીધેલ હતા અને જગ્યા ના સંચાલક પૂજ્ય શ્રી ભયલુબાપુ દ્વારા સાલ અને ઠાકર ની છબી આપી સત્કાર સન્માન કરેલ…
તમામ હોદેદારો ઠાકર વિહળાનાથ ના દર્શન કરી ખુબ ધન્યતા દિવ્યતા સાથે રાજીપો વ્યક્ત કરેલ હતો.
અહેવાલ કનુભાઈ ખાચર