બાબરકોટ ગામે મારી માટી મારો દેશ કાર્યક્રમ યોજાયો
દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થનાર છે જે અન્વયે આઝાદીકા અમૃત મહોત્સવ રાષ્ટ્ર વ્યાપી અભિયાનના ભાગ રૂપે મારી માટી મારો દેશ અભિયાન અંતર્ગત માન.શ્રી DDO સાહેબ બોટાદ તથા શ્રી TDO સાહેબ બોટાદ ના માર્ગદશન દ્વારા બાબરકોટ ગામે ગ્રામ પંચાયત દ્વારા પ્રાથમિક શાળામાં ભવ્યાતિત ભવ્ય કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી જેમાં દેશ સેવા માટે શહીદોને શ્રદ્ધાંજલિ, સ્થાનિક વીરોનું સન્માન કરવામાં આવ્યું તેમજ પંચાયત ખાતે સિલાફલકમ તક્તિનું અનાવરણ કરવામાં આવ્યું તથા વૃક્ષારોપણ કરવામાં આવ્યું તથા બાળકો દ્વારા રેલી કાઢવામાં આવી અને કળશમાં ગામની માટી લેવામાં આવી સાથે સાથે ધ્વજ વંદન પણ કરવામાં આવ્યો આ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાના અધિકારી CPDO બીનાબેન ખાચર તથા પાળીયાદ પોલીસ સ્ટેશન ના PSI એ. એમ. રાવલ મેડમ તથા સરપંચ ચંદ્રિકાબેન તથા તલાટી કમ મંત્રી અશ્વિભાઈ ચૌહાણ તથા આત્મા પ્રોજેક્ટ બોટાદ જિલ્લાના સહ કન્વીનર કનુભાઈ ડી ખાચર આરોગ્ય શાખા માંથી ડો. ડોલીબેન CHO તથા તૃપ્તિબેન FHW તથા આશા વર્કર પ્રભાબેન તથા આચાર્ય તુષારભાઈ શાહ તથા શિક્ષક સ્ટાફ તથા જગદીશભાઈ ગોંડલીયા તથા બળદેવભાઈ વાળા તથા ધર્મેશ ડેરવાળીયા તેમજ વિશાળ સંખ્યા માં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને સૌ કોઈ દેશભક્તિ ના રંગે રંગાયા હતા સમગ્ર કાર્યક્રમ નું સંસાલન નીતિનભાઈ સારોલિયાએ સુંદર રીતે કરેલ.
અહેવાલ કનુભાઈ ખાચર