॥ શ્રી જાનકી વલ્લભો વિજયતે ॥
॥ જય વિહળાનાથ ॥
તારીખ ૦૩/૦૮/૨૦૨૩ ને ગુરુવાર ના રોજ બોટાદ માર્કેટિંગ યાર્ડ ના ચેરમેન અને વાઈસ ચેરમેન ની વરણી થતાં જ નવનિયુક્ત ચેરમેન શ્રી મનહરભાઈ માતરિયા અને વાઇસ ચેરમેન શ્રી છનાભાઈ કેરાળીયા,માર્કેટિંગ યાર્ડ ના સૌ સભ્યો,બોટાદ જિલ્લા ભાજપ ના પ્રભારી શ્રી ભરતભાઈ આર્યે, બોટાદ જીલ્લા મહામંત્રી શ્રી જામસંગભાઈ પરમાર , બોટાદ જીલ્લા મંત્રીશ્રી જગાભાઈ પટગીર , રાણપુર માર્કેટિંગ યાર્ડ ના ચેરમેન શ્રી કિશોરભાઈ ધાધલ અને ભાજપ સંગઠન ના સૌ કાર્યકર્તાઓ પાળિયાદ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યામાં પ. પૂ. શ્રી વિહળાનાથ ના દર્શને આવેલ અને જગ્યા ના મહંત પરમ પૂજ્ય શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી નિર્મળાબા ના આશીર્વાદ લીધા અને પૂજ્ય શ્રી ભયલુબાપુ ની શુભેચ્છા મુલાકાત કરી પૂજ્ય ભયલુબાપુ દ્વારા નવનિયુક્ત ચેરમેન અને વાઇસ ચેરમેન નું સન્માન કરવામાં આવ્યું