વિશ્વ હિંદુ પરિષદ બોટાદ જિલ્લાની
વિસ્તૃત બેઠક આજ તા. 29-7-23 ના રોજ મસ્તરામ મંદિર, બોટાદ ખાતે યોજવામાં આવેલ હતી. બેઠકમાં સૌરાષ્ટ્ર પ્રાંતના બજરંગ દળના સહ સંયોજક શ્રી લાખાઆતા, પ્રાંતના બલોપાસના પ્રમુખ શ્રી મહેશભાઈ કણજરીયા, ભાવનગર વિભાગના વિભાગ મંત્રી શ્રી જગદીશભાઈ રૈયાણી, બોટાદ જિલ્લા અધ્યક્ષ શ્રી સતુભાઇ ધાધલ, જિલ્લા મંત્રી શશીકાંતભાઈ ગોહિલ જિલ્લા સહમંત્રી રાજુભાઈ જિલ્લા સહમંત્રી અમરીશભાઈ કોરડીયા તેમજ જિલ્લા ઉપાધ્યક્ષો તેમજ જિલ્લાની ટીમ તેમજ બરવાળા,ગઢડા,તથા વિછીયાની પ્રખંડ ટીમ, બજરંગ દળ સંયોજક શ્રી ભગીરથસિંહ વાઘેલા તથા બજરંગ દળ ટીમ તથા ગ્રામ સમિતિના સભ્યો, માતૃશક્તિ તથા દુગવાહિનીની બહેનો વગેરે 60 જેટલા કાર્યકર્તાઓ હજર રહ્યા હતા. જિલ્લા વ્યાપક બેઠકમાં સર્વ સંમતિથી બોટાદ પ્રખંડ કાર્યકારી અધ્યક્ષ તરીકે નીતિનભાઈ વાઘેલાની નિમણૂક કરવામાં આવેલ હતી
અહેવાલ કનુભાઈ ખાચર