શ્રી હરિ વિદ્યા સંકુલ સનાળીની વિદ્યાર્થીનીઓ “G-20” અંતર્ગત ચિત્ર સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો
તા:28/07/23ના રોજ વીંછિયા ખાતે તાલુકા કક્ષાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાની વિદ્યાર્થીનીઓ ચિત્રસ્પર્ધામાં વસાણી અવનીબેન (ક્રમાંક 2) અને ઓળકીયા ઋતિકા (ક્રમાંક 3) પ્રાપ્ત કરવા બદલ શાળા પરિવાર વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આ ઉત્કૃષ્ટ કાર્ય બદલ શાળાના સંચાલકશ્રી ઘનશ્યામભાઈ ફતેપરા તથા શાળાના સ્ટાફ મિત્રોએ પ્રોત્સાહિત ઇનામ આપી બંને વિદ્યાર્થીની ઓને સન્માનિત કરી હતી.
અહેવાલ કનુભાઈ ખાચર