અમદાવાદ ખાતે રવિશંકર રાવળ ગેલેરીમાં ફોટો પ્રદર્શન ખુલ્લું મુકાયું
ભાવનગરના મહિપતસિંહ જાડેજા અને જામનગરના જાનવીબા જાડેજા નો ફોટો પ્રદર્શન અમદાવાદની રવિશંકર રાવલ આર્ટ ગેલેરીમાં તારીખ 28 જુલાઈના રોજ ખુલ્લુ મુકવામાં આવ્યું હતું . આ પ્રદર્શન વસંત રામાનુજ ચિત્રકાર તેમજ કિરણબા ઠાકોર DYSP ગાંધીનગર તથા હિરલ શાહ આર્ટિસ્ટ તથા પ્રીતિ કનેરિયા ની ઉપસ્થિતિમાં ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ પ્રદર્શન તારીખ 28 /29/30 સવારે 11:00 થી 7 ખુલ્લું રહેશે. આ પ્રદર્શન ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમીના સહયોગથી યોજવામાં આવ્યું છે. બંને કલાકારોને રાજ્ય બહારની સહાય કલા અકાદમી દ્વારા મળી હોવાથી આ પ્રદર્શન ઉદયપુરમાં આગામી મહિનામાં યોજાશે જ્યારે પ્રિવ્યું શો અહીં અમદાવાદમાં યોજાયો છે.