પાળીયાદ મહાજન પાંજરાપોળમાં અબોલ પશુઓના ઘાસચારામાં રૂપિયા 11 લાખ જેવી માતબર રકમ નું દાન
આજરોજ પાળીયાદ મહાજન પાંજરાપોળ માં સંસ્થા નાં ચેરમેન તેમજ અબોલ પશુઓને ને સાતા મળી રહે તે માટે સતત પ્રયત્નશીલ રહેતા પ્રેરક પરિવાર નાં ગુણવંતભાઈ ગોપાણી ની પ્રેરણા થી ₹.1100000 (અગીયાર લાખ) અબોલ પશુઓનાં ઘાસચારા માટે મળેલ છે. પાળિયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટ દાતાશ્રી નો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરે છે.
અહેવાલ કનુભાઈ ખાચર