ગઢપુર દાદા ખાચર ના વંશજો ને આમોદ ખાતે ધારાસભ્ય ડી. કે.સ્વામી દ્વારા પ્રસાદી નો હાર પહેરાવી સન્માનિત કરાયા
સરળ,સહજ,નિખાલસ,વિવેકશીલ અને એક ખુમારી ભર્યા વ્યક્તિત્વના ધની એવા આમોદ-જંબુસર વિધાનસભા ક્ષેત્રના લોકલાડીલા ધારાસભ્ય શ્રી ડી.કે.સ્વામિના વરદ હસ્તે શ્રી ઘનશ્યામ મહારાજનો પ્રસાદીનો હાર ધારણ કરી આશિર્વાદ પ્રાપ્ત કર્યા.
(૧) પ્રતાપભાઈ ખાચર ( દાદા ખાચર વંશજ – પૂર્વપ્રમુખ શ્રી નગરપાલિકા – ગઢડા)
(૨) ભરતભાઈ વાળા ( ઉપપ્રમુખ શ્રી કિસાન સંઘ – ભરૂચ શહેર)
(૩) પૃથ્વિરાજભાઈ વાળા ( ઉપપ્રમુખ શ્રી કિસાન સંઘ – ભરૂચ જિલ્લા)
(૪) પ્રદયુમનભાઈ ખાચર ( દાદા ખાચર વંશજ – જી.એન.એફ.સી. કર્મચારી )
આ તકે ભક્તરાજ શ્રી બાપુ દાદા ખાચરના વંશજોને મળતા સ્વામિજી સ્વયમ શ્રી દાદાબાપુને મળ્યા હોય એટલો રાજીપો વ્યક્ત કર્યો અને પોતાના ગઢપુર ધામ સાથેના અનેક સંસ્મરણો તાજાં કર્યા.
અહેવાલ કનુભાઈ ખાચર