બોટાદની શ્રી વી.એમ. સાકરિયા મહિલા આર્ટ્સ કૉલેજમાં ઉમાશંકર જોશીની ૧૧૩મી જન્મજયંતી ઉજવણી કાર્યક્રમ યોજાયો
ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર,ગુજરાતી વિભાગ શ્રી વી.એમ. સાકરિયા મહિલા આર્ટ્સ કૉલેજ, તથા બોટાદકર સાહિત્ય સભાના સંયુક્ત ઉપક્રમે આપણી ભાષાના જ્ઞાનપીઠ પુરસ્કૃત સર્જક ઉમાશંકર જોશીની ૧૧૩મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી. ‘સર્વત્ર ઉમાશંકર’ શીર્ષક તળે યોજાયેલા આ કાર્યક્રમમાં મહેમાનોનું શાબ્દિક સ્વાગત કૉલેજનાં આચાર્યા ડૉ. શારદાબહેન પટેલ દ્વારા કરવામાં આવેલ. મહેમાનોનો પરિચય ગુજરાતી વિષયના અધ્યાપક ડૉ.જગદીશ ભાઈ ખાંડરા દ્વારા આપવામાં આવેલ. તેમજ સમગ્ર કાર્યક્રમના હાર્દ સમા ઉમાશંકર જોશીના ગદ્ય પદ્ય વિશે મનનીય વક્તવ્યો ગોઠવવામાં આવ્યા હતા. જેમાં *શ્રી ઉમાશંકર જોશીના જીવન કવન અને ગદ્ય સાહિત્ય* વિશે આપણી ભાષાના જાણીતા વાર્તાકાર શ્રી મુકેશ સોજિત્રા સાહેબ તેમજ *કવિ શ્રી ઉમાશંકર જોશીના પદ્ય સાહિત્ય* વિશે જાણીતા કવિ,વક્તા અને ઉદ્ઘોષક શ્રી પ્રવીણભાઈ ખાચરે તલસ્પર્શી વક્તવ્યો આપ્યા હતા. સમગ્ર સ્ટાફ તેમજ વિદ્યાર્થિનીઓની હાજરીથી કાર્યક્રમ દીપી ઉઠ્યો હતો. કાર્યક્રમનું સંચાલન ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડૉ. વિપુલ કાળિયાણિયાએ સુપેરે સંભાળ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન કૉલેજના આચાર્યા ડૉ. શારદાબહેન પટેલના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો.
અહેવાલ કનુભાઈ ખાચર