181-વિધાનસભા,જિ.વલસાડ.
બુથ લેવલ જન – સંપર્ક કાર્યક્રમ
આગામી લોકસભા ચૂંટણી – 2024 ને ધ્યાનમાં લઇ 181 – કપરાડા વિધાનસભા બુથ લેવલ જન સંપર્ક કાર્યક્રમ તારીખ : 25/07/2023 થી તારીખ : 25/09/2023 સુધી ચાલનારા જનસંપક કાર્યક્રમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મેમ્બર,વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને 181-કપરાડા વિધાનસભાના કોંગ્રેસ પક્ષના લીડર શ્રી વસંતભાઈ બરજુલભાઈ પટેલ નો સૂચિત કાર્યક્રમ.
કાર્યક્રમ દરમ્યાન ત્રણ તાલુકા કૉંગ્રેસ પક્ષના પ્રમુખશ્રીઓ સાથે સ્થાનિક મુલાકાત,પક્ષના હોદ્દેદારો, સરપંચશ્રીઓ,માજી સરપંચશ્રીઓ,કોંગ્રેસના કાર્યકરો અને બુથ લેવલના કાર્યકરોની સ્થાનિક મુલાકાત સાથે કોંગ્રેસ પક્ષના સંગઠન કામે પરામર્શ અને સૂચનો સાથે આગામી 2024-લોકસભાની ચૂંટણીમાં કપરાડા વિધાનસભાથી કોંગ્રેસને બુથ લેવલે મજબૂત સાથે સંગઠનમાં ફેરફાર અને નવા કાર્યકરો અને સિનિયર કાર્યકરો સાથે સંકલન કરી અભિયાનમાં સ્થાનિક પ્રશ્નોની પણ ચર્ચા કરવામાં આવશે.
વિધાનસભા ચૂંટણી- 2022માં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર હોદ્દેદાર,કાર્યકર તથા જેમની કામગીરી નિષ્ક્રિયતા અને સંગઠનમાં અનિયમિતતા કે બેદરકારીની નોંધ લેવામાં આવશે.