ગઢડાની ભક્તરાજ દાદા ખાચર કોલેજ ખાતે વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વ્યાખ્યાનનુ આયોજન કરાયું
અત્રેની ભક્તરાજ દાદા ખાચર આર્ટસ અને કોમર્સ સરકારી કોલેજ માં 11મી જુલાઈ “વિશ્વ વસ્તી દિવસ” અંતર્ગત ખાસ વ્યાખ્યાનનું આયોજન કોલેજના અર્થશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. 11 મી જુલાઈ સમગ્ર વિશ્વમાં વસ્તી વિષય બાબતો અંગે સમાજને જાગૃત કરવા માટે વિશ્વ વસ્તી દિવસ ઉજવવામાં આવે છે. આથી વિદ્યાર્થીઓ આ બાબતથી વધારે જાગૃત બને, વસ્તી વિષય અન્ય બાબતોને પણ જાણે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમના મુખ્ય વક્તા બોટાદકર કોલેજના અર્થશાસ્ત્ર વિષયના અધ્યપક ડો. જ્યોતિબહેન વિશ્વકર્મા હતા. તેમને વસ્તી વિશે તમામ બાબતોની જાણકારી પોતાના વ્યાખ્યાનમાં વિદ્યાર્થીઓને જણાવી હતી. ખાસ કરીને વસ્તી વિષ્યાંક લાભો ઉપર તેમને વધારે ભાર મૂક્યો હતો અને આ માટે યુવા શક્તિથી જ દેશનો વિકાસ શક્ય બને છે, એવું જણાવ્યું હતું. કોલેજના આચાર્ય ડોક્ટર સંજેલીયા સાહેબ દ્વારા સ્વાગત પ્રવચન અને પ્રસ્તાવિક વ્યક્તવ્ય આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જોષી ક્રિષ્નાએ કર્યું હતું. રોજેસરા હેમાક્ષી, ભાયાણી કિંજલ, પરમાર રાબિયા દ્વારા આજના વિષયને અનુરૂપ વિવિધ મુદ્દા ઉપર અંગ્રેજી ભાષામાં પોતાનું વ્યક્તવ્ય આપ્યું હતું. સકોરિય નંદિની અને વસંતસ્વામી વંદના દ્વારા પાવર પોઇન્ટનો ઉપયોગ કરીને વસ્તી વિષયક જાણકારી વિદ્યાર્થીઓને પૂરી પાડી હતી. કાર્યક્રમનું સંપૂર્ણ માર્ગદર્શન અને આભાર વિધિ અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ બી. જે. બોરીચા દ્વારા કરવામાં આવી હતી.
અહેવાલ કનુભાઈ ખાચર