આજ રોજ તા.૫/૭/૨૦૨૩ ને બુધવાર ના દિવસે વડોદરા ખાતે સમા છાણી રોડ પર પાળીયાદ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા ના બાળઠાકર શ્રી પૃથ્વીરાજબાપુ ની સ્મૃતિ રૂપે “પૃથ્વીરાજ સર્કલ ” બનાવવામા આવેલ જેનું લોકાર્પણ કાર્યક્રમ કરવામાં આવેલ હતો…
કાર્યક્રમ ની પહેલા પરમ પૂજ્ય શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્મળાબા ઉનડબાપુ તેમજ પૂજ્ય શ્રી ભયલુબાપુ તેમજ પૂજ્ય શ્રી પૃથ્વીરાજ બાપુ તેમજ રાજકીય આગેવાનો અને સામાજિક આગેવાનો ના હસ્તે કરવામાં આવેલ…
પૂજ્ય શ્રી ગાયત્રીબા તેમજ પૂજ્ય શ્રી દિયાબા સહિત સમગ્ર ઠાકર પરિવાર હાજર રહેલ હતો…
આ સમગ્ર કાર્યક્રમ ના વિશેષ અતિથિ તરીકે પાળિયાદ જગ્યાના મહંત શ્રી નિર્મળાબા તેમજ પૂ. શ્રી ભયલુબાપુ સહિત સમગ્ર ઠાકર પરીવાર અને વડોદરા ના સાંસદ શ્રી રંજનબેન ભટ્ટ તેમજ વડોદરા શહેર ના મેયર શ્રી નિલેશભાઈ રાઠોડ તેમજ મુખ્ય દંડક ગુજરાત વિધાનસભા ના શ્રી બાળકૃષ્ણભાઈ શુક્લ તેમજ વડોદરા મહાનગર પાલિકા ના ના કાઉન્સિલર શ્રી ભાણજીભાઈ પટેલ , શ્રી વર્ષાબેન વ્યાસ , શ્રી મહાવીરસિંહ રાજપુરોહિત , શ્રી રશ્મિકાબેન વાઘેલા તેમજ પુર્વ કાઉન્સિલર શ્રી અરવિંદભાઈ પ્રજાપતિ , શ્રી પન્નાબેન દેસાઈ સહિત રાજકીય મહાનુભાવો હાજર રહેલ…
તેમજ વિહળ પરિવારના સેવક સમુદાય ના વડીલો એવા શ્રી મોહનભાઈ પ્રજાપતિ , લખમણભાઈ પ્રજાપતિ , નરોત્તમભાઈ પ્રજાપતિ , અશોકભાઈ પ્રજાપતિ સહિત ધરમશીભાઈ તુરખિયા , ગિરધરભાઈ સવાણી , પ્રેમજીભાઈ પ્રજાપતિ , પ્રકાશભાઈ જાંજરૂકિયા સહિત વિહળ પરિવાર સેવક સમુદાય ના તમામ વડીલો , ભાઈઓ , માતાઓ , બહેનો , યુવાનો સહિત ખુબ મોટી સંખ્યામાં લોકો હાજર રહેલા હતાં…
પૂજ્ય બા શ્રી તેમજ પૂજ્ય શ્રી ભયલુબાપુ દ્વારા તમામ ભાવિકો ને આશિર્વચન પાઠવેલ હતાં…
આ સમગ્ર કાર્યક્રમ નો દોર અને પૃથ્વીરાજ સર્કલ બનાવવાની જેહમત નો શ્રેય તેમજ તન મન ધન નું યોગદાન પંચમ ગ્રુપ તેમજ મોકાણી પરીવાર ને આભારી રહ્યો હતો.
અહેવાલ કનુભાઈ ખાચર
આજ રોજ તા.૫/૭/૨૦૨૩ ને બુધવાર ના દિવસે વડોદરા ખાતે સમા છાણી રોડ પર પાળીયાદ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા
+26
°
C
+29°
+17°
Gujarat
Monday, 09
Tuesday | +30° | +17° | |
Wednesday | +30° | +17° | |
Thursday | +29° | +18° | |
Friday | +27° | +15° | |
Saturday | +27° | +14° | |
Sunday | +27° | +15° |
See 7-Day Forecast
- Advertisment -