આજ રોજ તા.૩/૭/૨૦૨૩ ને સોમવાર ના દિવસે ગુરુ પૂર્ણિમા નિમિતે પાળીયાદ સૌરાષ્ટ્ર ની જગ વિખ્યાત દેહાણ પરંપરા ની પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા વિહળધામ ખાતે ગુરુપૂર્ણિમાં ની વિહળ પરિવાર સેવક સમુદાય દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવેલ.
પૂજ્ય શ્રી વિસામણબાપુ ના ચરણ પાદુકા ને શાસ્ત્રોક વિધિ વિધાન પૂર્વક બ્રાહ્મણો દ્વારા મંત્રોચાર કરી પરમ પૂજ્ય શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર નિર્મળાબા ઉનડબાપુ તેમજ પૂજ્ય શ્રી ભયલુબાપુ તેમજ પૂજ્ય શ્રી દિયાબા અને પૂજ્ય શ્રી બાળઠાકર પૃથ્વીરાજબાપુ ના હસ્તે કરવામાં આવેલ હતી.
મૂળ બોટાદ અને હાલ અમદાવાદ ના જાંજરુકિયા પરિવાર ના પ્રકાશભાઈ તેમજ કિશોરભાઈ ના પરિવાર દ્વારા ધજા અને રસોઈ આપવામાં આવેલ હતી…
ધજાજી નું વિધિવત બ્રાહ્મણો દ્વારા પૂજન કરાવી પૂજ્ય બા શ્રી ના હસ્તે પૂજન કરી અને વાજતે ગાજતે પરિવાર ધર્મ ના ધજાગરે ચડાવેલ હતી.
તેમજ ગુરુપૂર્ણિમા નિમિત્તે જગ્યા ના ગાદીપતી પૂજ્ય શ્રી નિર્મળાબા માઁ ના ચરણો નું પૂજન કરી અને ચાંદીની ચરણપાદુકા અર્પણ કરવામાં આવેલ હતી.
લાખો સેવકો ભક્તો અને વિહળ પરિવાર ખૂબ મોટી સંખ્યા માં ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર અને ઠાકર વિહળાનાથ ના દર્શન કરેલ અને પૂજ્ય બા શ્રી અને ભયલુબાપુ ના દર્શન કરી ખુબ ધન્યતા અનુભવી હતી અને ત્યારબાદ ભોજન પ્રસાદ લીધેલ હતો.
અહેવાલ કનુભાઈ ખાચર
આજ રોજ તા.૩/૭/૨૦૨૩ ને સોમવાર ના દિવસે ગુરુ પૂર્ણિમા નિમિતે પાળીયાદ સૌરાષ્ટ્ર ની જગ વિખ્યાત દેહાણ પરંપરા ની પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા વિહળધામ ખાતે ગુરુપૂર્ણિમાં ની વિહળ પરિવાર સેવક સમુદાય દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવેલ.
+26
°
C
+29°
+17°
Gujarat
Monday, 09
Tuesday | +30° | +17° | |
Wednesday | +30° | +17° | |
Thursday | +29° | +18° | |
Friday | +27° | +15° | |
Saturday | +27° | +14° | |
Sunday | +27° | +15° |
See 7-Day Forecast
- Advertisment -