તા.૨૬-૦૫-૨૦૨૩
બોલીવૂડ સુપરસ્ટાર હિમેશ રેશમિયાએ પરિવાર સાથે કર્યા સાળંગપુર હનુમાનજીના દર્શન-આરતી
બોલીવુડના પ્રખ્યાત ડિરેક્ટર, મ્યુઝિક ડિરેક્ટર ગીતકાર, સંગીતકાર અને પ્રખ્યાત સિંગર એવા હિમેશ રેશમિયા તા.૨૫-૦૬-૨૦૨૩ને રવિવારનારોજ વિશ્વ વિખ્યાત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ ખાતે પોતાના પરિવાર સાથે દર્શને પધાર્યા હતા.
દાદાના દર્શન-આરતી કર્યા બાદ “કિંગ ઓંફ સાળંગપુર” પ્રતિમાના દર્શન કરી કોઠારી સ્વામીશ્રી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી(અથાણાવાળા)ના આશીર્વાદ ગ્રહણ કર્યા હતા. શ્રી કષ્ટભંજનદેવ દાદાના દર્શન-આરતી એવમ સંતો સાથે સત્સંગ કરી ધન્યતા અનુભવી.