બરવાળા તાલુકાની શ્રી ચાચરિયા પ્રાથમિક શાળામાં ઉજવાયો “વિશ્વ વ્યસનમુક્તિ દિવસ”
સતત સંસ્કાર, શિસ્ત અને મૂલ્યલક્ષી કેળવણીને લગતાં અનેકવિધ પ્રેરણાદાયી કાર્યક્રમો થકી ધબકતી શ્રેષ્ઠ સરકારી શાળા એટલે શ્રી ચાચરિયા પ્રાથમિક શાળા….
આજ રોજ તા – 26/06/’23 ના રોજ સમગ્ર વિશ્વમાં “વિશ્વ વ્યસનમુક્તિ દિવસની” ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજે રોજ ચાચરિયા પ્રાથમિક શાળામાં શ્રી અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત વંદનીય પ્રયાસ એવાં વ્યસનમુક્તિ અભિયાનનું સુંદર પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું…
શાળા પરિવાર દ્વારા સમગ્ર શાળામાં વ્યસનમુક્તિનો દિવ્ય સંદેશો આપતાં વિવિધ બેનરોનું પ્રદર્શન અને પ્રેઝન્ટેશન ગોઠવવામાં આવ્યું છે તથા શાળા પરિવારના આચાર્ય શ્રી પ્રકાશભાઈ તથા તમામ ગુરુજનો સાથે શાળાના ઈનોવેટિવ શિક્ષક અને કેળવણીકાર શ્રી પ્રવીણભાઈ ખાચર સાહેબ દ્વારા વ્યસનોથી દૂર રહેવા માટેની અને વ્યસનો કેવી રીતે વિનાશ તરફ દોરી જાય એની પ્રેરણાત્મક વાતો મુકી સૌને ઉત્તમ સંદેશો આપી તમામ બાળકોને આજીવન વ્યસનમુક્ત રહેવાનો અને ગળી સોપારી ન ખાવાનો સંકલ્પ લેવડાવ્યો હતો. દરેક બાળકો પોતાના ઘરમાં માત પિતા અને મોટા ભાઈઓમાં રહેલા પાન,માવા,બીડી,સિગરેટ, તમાકું,ગુટખા,જેવા વ્યસનો દુર કરાવવામાં માધ્યમ બનવા કટીબધ્ધ બનતાં ખરા અર્થમાં આ કાર્યક્રમ ખૂબ પ્રેરણાદાયી બની રહ્યો હતો.શાળા પરિસરમાં પ્રાથમિક તબક્કામાં બાળકોની કક્ષાએ ગોઠવાયેલા આ અભિયાનમાં આજુબાજુના અનેક વાલીઓ ભીની આંખે જોડાતાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતાં.સૌ વાલીઓએ લાગણી સાથે વ્યસનમુક્તિની ગંભીરતા સમજીને સમગ્ર પ્રદર્શન નિહાળ્યું હતું અને શાળા પરિવારના પ્રયાસને બીરદાવ્યો હતો
દર વર્ષે ભારતમાં આશરે 13 લાખથી વધુ લોકોના મોત કેન્સરથી થાય છે અને નાના મોટા 14% બાળકોમા વ્યસનનું પ્રમાણ ખૂબ વધ્યું છે આ બાબતની ગંભીરતા સમજી શાળા કક્ષાએ આવાં આયોજનો થાય એ ખૂબ જરુરી છે ત્યારે ગાયત્રી પરિવાર બોટાદ જિલ્લામાં આવાં અનેક ઉત્તમ કાર્યક્રમ કરી રહ્યોં છે ત્યારે બોટાદ જિલ્લામાં આ અભિયાનની શરુઆત આજના વિશ્વ વ્યસનમુક્તિ દિવસે શ્રી ચાચરિયા પ્રાથમિક શાળા પરિવારે કરી સૌને અનેરી પ્રેરણા પુરી પાડી છે.
અહેવાલ કનુભાઈ ખાચર