સવારે 6 વાગ્યે ૧૬૫ સ્વયંસેવકો રેડક્રોસમાં જોડાયા
ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, ગુજરાત રાજ્ય શાખાના માનનીય ચેરમેન શ્રી અજયભાઈ પટેલ સાહેબ દ્વારા ચાલી રહેલા માનવતાવાદી અભિયાનમાં, સુરત ચોર્યાસી તાલુકા શાખાના ચેરમેન અને હોમગાડઁઝ કમાંડન્ટ શ્રી ડૉ. પ્રફુલ શિરોયા સાહેબ દ્વારા સવારે 6 વાગ્યે આયોજિત તાલીમમાં ૧૬૫ સુરત શહેર હોમગાર્ડઝ બી ઝોન જવાનોએ ભાગ લીધો હતો.
ડો શિરોયા સાહેબે જનાવ્યુ હતુ કે હોમગાડઁઝ સભ્યો કાયદો અને વ્યવસ્થા ની ફરજ સાથે આવી તાલીમ મેળવી ને કટોકટીના સમયમાં લોકોને કેવી રીતે મદદ કરવી તે પણ શીખે છે .
આ તાલીમ ગુજરાત રેડ ક્રોસ શાખાના ડીઝાસટર કોડાનેટર તુસારભાઈ ઠક્કર દ્રારા આપવામાં આવી હતી.
ઓસી વી આર રામ,કંપની કમાંડર જે આર રામ , પ્લાટુન કંમાંન્ડર વિજય રાઠોડ , તેમજ એનસીઓ હાજર રહીને કાચઁક્રમ ને સફળ બનાવ્યો હતો