અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત,હિન્દુ ધર્મ સેના બોટાદ જિલ્લાની પ્રથમ કારોબારી બેઠક પાળીયાદ ખાતે યોજાઇ.

સૌરાષ્ટ્રની પ્રખ્યાત વિસામણબાપુ ની જગ્યા પાળીયાદ ધામના મહંત પરમ પૂજ્ય 1008 મહામંડલેશ્વર શ્રી નિર્મળાબાના આશીર્વાદથી તારીખ 24-6-2023 ના રોજ અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિંદુ ધર્મ સેના બોટાદ જિલ્લાની પ્રથમ કારોબારી બેઠકનું આયોજન અખિલ ભારતીય સંત સમિતિના કાયમી સદસ્ય શ્રી ભયલુબાપુના અધ્યક્ષ સ્થાને પાળીયાદ ધામ ખાતે થયું. આ બેઠકમાં બોટાદ જિલ્લા હિન્દુ ધર્મ સેનાના પ્રમુખ શ્રી ડો.જીગ્નેશભાઈ હડિયલ,ઉપપ્રમુખ શ્રી ભુપતભાઈ ધાધલ,અમિતભાઇ પ્રજાપતિ,રમણભાઈ ગામભવા,મહામંત્રી શ્રી અનિલભાઈ જાદવ,દશરથસિંહ મકવાણા અને નવનિયુક્ત થયેલ તમામ હોદ્દેદારો,કારોબારી સભ્યો તેમજ હિન્દુ ધર્મના સેનાર્થીઓએ હાજરી આપી.ધર્મ,રાષ્ટ્ર તેમજ ગૌ-ગંગાના રક્ષણના મુખ્ય ઉદ્દેશ્ય સાથે બનાવવામાં આવેલ હિન્દુ ધર્મ સેનાના તમામ સેનાર્થીઓ દ્વારા હિન્દુ ધર્મના તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી.હાલના સમયમાં દેશમાં જયારે પશ્ચિમની સંસ્કૃતિનું આંધળું અનુકરણ થઈ રહ્યું છે ત્યારે દેશમા પશ્ચિમી સંસ્કૃતિનો અંત લાવી ભારતની પ્રાચીન સંસ્ક્રુતિનું પન:સ્થાપન કરી અખંડ ભારતના નિર્માણમાં મહત્વનું યોગદાન હિન્દુ ધર્મ સેના દ્વારા આપવામાં આવશે.
ભારતની જે સંસ્કૃતિ,વારસો અને સંસ્કાર જે આજની નવી પેઢી ભુલતી જાય છે એ સંસ્કાર,સંસ્કૃતિનું દરેક હિન્દુ પરિવારમાં સિંચન થાય તે માટેનું યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું.આ ભગીરથ કાર્ય માટે હિન્દુ ધર્મના સેનાર્થીઓ દ્વારા દરેક હિન્દુના ઘરમાં ભગવદ ગીતા,રામાયણ,મહાભારત,વેદ,ઉપનિષદો વગેરે કોઈ પણ ધાર્મિક પુસ્તકોનું નિયમિત વાંચન થાય અને દરેક ના ઘરમાં તમામ હિન્દુ ધર્મના ધાર્મિક પુસ્તકો રાખવા માટેની એક અનોખી પહેલ કરવામાં આવશે.આ ધાર્મિક પુસ્તકોના વાંચન થકી સનાતન હિન્દુ ધર્મ વિશેની તમામ માહિતી આપણા નાના બાળકોમાં અને આપણા સમાજમાં પ્રેરણારૂપ બની રહે એ પ્રકારનું ભગીરથ કાર્ય હિન્દુ ધર્મ સેના દ્વારા કરવામાં આવશે.તેમજ આવનાર ટુક સમયમાં બોટાદ જિલ્લાના દરેક તાલુકા તેમજ શહેરના નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવશે અને બોટાદ જિલ્લાના દરેક ગામડા સુધી જ્ઞાતિવાદ,કોમવાદથી દૂર થઈ એક મજબૂત હિન્દુ સંગઠન બનાવવામાં આવશે.આ કારોબારી બેઠકમાં અખિલ ભારતીય સંત સમિતિના કાયમી સદસ્ય શ્રી ભયલુબાપુ, હિન્દુ ધર્મ સેના બોટાદ જિલ્લા પ્રમુખ શ્રી ડોક્ટર જીગ્નેશભાઈ હડિયલ તેમજ ઉપપ્રમુખ ભુપતભાઈ ધાધલ દ્વારા તમામ માર્ગદર્શન આપવામાં આવ્યું.આ બેઠકમાં અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રદેશ પ્રમુખ નૌતમ સ્વામિ દ્વારા પણ વર્ચ્યુઅલ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.