પ્રયોશા કો.ઓપ.ક્રેડિટ સોસાયટી,બોટાદની પાંચમી વાર્ષિક સાધારણ સભા યોજાઈ
પ્રયોશા ક્રેડિટ શ્રીકો.ઓપરેટિવ સોસાયટીની પાંચમી વાર્ષિક સાધારણ સભા ચેરમેનશ્રી મયુરધ્વજસિંહ ભાટી ના અધ્યક્ષસ્થાને સભાસદો ની હાજરીમાં મળી. જેમાં એજન્ડા મુજબની કાર્યવાહી કરવામાં આવી હતી.
ચેરમેન શ્રી મયુરધ્વજસિંહ ભાટીએ સોસાયટીની વિવિધ યોજનાઓની માહિતી આપી,જેમાં સભાસદો નું અવસાન થતાં વારસદાર ને રૂ.5000 ની સહાય,દીકરી ના જન્મ પ્રસંગે રૂ.1000 ની ડબલ ની રસીદ,દીકરીના લગ્ન પ્રસંગે રૂ.500 ચાંદલો અને લોન સમય દરમ્યાન સભાસદોનું અવસાન થતાં ભરેલ વિમાની રકમના દસ ગણા માંડવાળ કરવામાં આવે છે.
સોસાયટી એ રૂ.24.91 લાખનો નફો કરેલ છે,3.50 કરોડનું ધિરાણ કરેલ છે,દર વર્ષે 9% ડિવિડન્ડ આપવામાં આવે છે,વળી સોસાયટીને શરૂઆતથી જ ઓડિટ વર્ગ “અ ” સર્ટિફિકેટ પ્રાપ્ત થયેલ છે.
સોસાયટીની સાધારણ સભામાં વાઇસ ચેરમેન શ્રી જામસંગભાઈ સોલંકી, મેનેજીંગ ડિરેકટર શ્રી નિરંજનભાઇ રોજેસરા,ડિરેકટર શ્રી હાર્દિકભાઇ રોજેસરા,પ્રભુભાઈ સતાણી,ગૌતમભાઈ કાળીયાણીયા ,રાજેશભાઈ હરીપરા ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ કનુભાઈ ખાચર.