પાળીયાદ શ્રીસ્થાનકવાસી જૈન સંઘમાં ચાતુર્માસ ભવ્ય પ્રવેશ નિમિતે વિવિધ દાતાશ્રી તરફથી જીવદયા તેમજ વૈયાવચ્ચ માટે દાન ની સરવાણી વહેવતાં દાતાઓ.
આજરોજ તા,23/6/23 શુક્રવાર અષાઢ સુદ પાંચમ નારોજ
બોટાદ સંપ્રદાય બાળ બ્રહ્મચારી તપસ્વીની પરમ પૂજ્ય ઇલાબાઈસ્વામી,પૂ. ડૉ.નીલાબાઈ સ્વામી તથા પૂ. રંજનબાઇ સ્વામી પૂ.સાધનાબાઈ સ્વામી તથા પૂ.વીણાબાઈ સ્વામી ઠા.5 નાં પાળીયાદ શ્રીસ્થાનકવાસી જૈન સંઘમાં ચાતુર્માસ ભવ્ય પ્રવેશ નિમિતે વિવિધ દાતાશ્રીઓ તરફથી ₹.86700 જીવદયા તેમજ વૈયાવચ્ચ માટે દાન ની સરવાણી વહાવી હતી તથા હિનાબેન ગીરીશભાઈ શાહ (પ .પૂ.રંજનબાઈ સ્વામી નાં સંસારી ભાઈ ભાભી) તરફથી ₹.100000 નાં અનુદાન અર્પણ કરવામાં આવેલ હતું. આ પ્રસંગે સવાર ની નવકારસી તેમજ બપોર નાં બંને સંઘ નું સ્વામી વાત્સલ્ય નો લાભ સ્વ. માતૃશ્રી ચંચળબેન મણિલાલ શાહ પરિવારે લીધેલ તથા પાળીયાદ મહાજન પાંજરાપોળ ખાતે બપોરના 3-30 થી 4-30 ભક્તામ્બરના જાપ તથા પૂ.ડૉ નીલાબાઈ સ્વામી તથા રંજનબાઇ સ્વામી એ પ્રવચન તેમજ માંગલિક ફરમાવેલ આ પ્રસંગે ચંદ્રકાંતભાઈ (બટુકભાઈ) શાહ તરફથી ₹.50 ની પ્રભાવના તથા જાપમાં પધારેલ શ્રાવક શ્રાવિકાજી ની આઈસ્ક્રીમ ની ભક્તિ નો લાભ લીધેલ હતો.સકળ સંઘ તેમજ પાંજરાપોળ ખાતેના કાર્યક્રમ નું સંચાલન શ્રી ભાવેશભાઇ બારભાયા એ કરેલ તથા અબોલપશુઓની નિસ્વાર્થ ભાવે સેવા આપનાર નાગરભાઈ ગામી કનુભાઈ ધાધલ તથા કનુભાઈ ખાચર નો પરિચય કરાવેલ પધારેલ માનવંતા મહેમાનો એ હર્ષ હર્ષના નાદ વડે સેવાની સરાહના કરેલ હતી. આ તકે શ્રી સંઘ તેમજ પાંજરાપોળ કાર્યકર્તા દ્વારા સમગ્ર શ્રાવક શ્રાવિકાજી તેમજ દાતાશ્રીઓ ખુબ ખુબ અનુમોદના વ્યક્ત કરવામાં આવેલ હતી.
અહેવાલ કનુભાઈ ખાચર