નવમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો કાર્યક્રમ,”બોટાદ જિલ્લા ભાજપ” પરિવાર દ્વારા યોજાયો.
ભારત દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આજે યોગને વૈશ્વિક દરજ્જો અપાવ્યો છે,ત્યારે યોગના પ્રચાર પ્રસાર માટે,નવમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાઈ રહ્યો છે.ત્યારે બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખશ્રી મયુરભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સાંદિપની વિદ્યાનિકેતન ખાતે યોગદિનની ઉજવણી કરવામાં આવી
જેમાં અતિથિવિશેષ તરીકે જિલ્લા પ્રભારી શ્રીમતી વંદનાબેન મકવાણા તથા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મયૂરભાઈ પટેલ અને બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ વિરાણી,જિલ્લા મહામંત્રી શ્રી ભુપતભાઈ મેર,બોટાદ શહેર ભાજપ પ્રમુખ શ્રી ચંદુભાઈ સાવલિયા, કાર્યક્રમના ઇન્ચાર્જ અને બોટાદ જિલ્લા ભાજપ શિક્ષક સેલ સંયોજક શ્રી મયુરધ્વજસિંહ ભાટી,શાળાના વ્યવસ્થાપક શ્રી હરેશભાઈ ધાધલ,શ્રી પાલજીભાઈ પરમાર,શ્રીમતી નયનાબેન સરવૈયા,શ્રીમતી અલ્પાબા ચુડાસમા, શ્રીમતી નીતાબેન લાખાણી,શ્રીમતી ધર્મિષ્ઠાબેન જોટાણીયા,શ્રી ચેતનભાઈ ઝાલા,શ્રી ઉદિતભાઈ જોશી,શ્રી ધવલભાઈ ચાવડા,શ્રી કમલેશભાઈ પટેલ,શ્રી બાબુભાઈ ગોલાણી,શ્રી ભુપેન્દ્રભાઈ માલા,શ્રી હિતેન્દ્રસિંહ દાયમાં,શ્રી જગદીશભાઈ પરમાર,શ્રી અલ્પેશભાઈ મેર તથા જિલ્લા અને શહેર સંગઠનના હોદ્દદારો,વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ તેમજ સાંદીપની સ્કૂલના બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
યોગ,પ્રાણાયામ,આસનો,યમનિયમ વિશેની સચોટ અને સુચારુ માહિતી અને માર્ગદર્શક તરીકે બોટાદના પ્રખ્યાત યોગાચાર્ય અને “નિલકંઠ યોગ કેન્દ્ર”ના સંચાલક એવા શ્રી વિરેન્દ્રસિંહ ભાટી(M.A. with Yoga,એમએ વિથ યોગ)ખાસ ઉપસ્થિત રહી,આમંત્રિત સૌ લોકોને યોગ કરાવી મંત્રમુગ્ધ કર્યા હતા.
આ પ્રસંગે બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ વિરાણીએ ઉપસ્થિત સૌ લોકોને પ્રાસંગિક પ્રવચન કરેલ.
કાર્યક્રમના ઇન્ચાર્જ શ્રી મયુરધ્વજસિંહ ભાટીએ સાંદિપની શાળાના સંચાલક શ્રી હરેશભાઈ ધાધલ,શાળાના આચાર્ય શ્રી તુષારભાઈ ગોહેલ,શ્રી જયેશભાઇ, સ્ટાફ પરિવાર અને ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કરેલ અને તમામ લોકોને શરીરની સુખાકારી માટે અને નીરોગી જીવન જીવવા માટે,આજીવન નિયમિત યોગ કરવા અપીલ કરેલ.
અહેવાલ કનુભાઈ ખાચર