તા. 18/06/2023 ના રોજ સક્ષમ-સુરત અને લોકદૃષ્ટિ આઇ બેંક દ્વારા ગણેશ નગર સેવા બસ્તી ખાતે વિનામૂલ્યે આંખની સારવાર અને મફત હોમિયોપેથિક તબીબી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અગ્રસેન શાખાના સ્વયંસેવકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને કામગીરી હાથ ધરી હતી. સમગ્ર કાર્યક્રમ સુચારૂ રીતે સંપન્ન થયો હતો.સેવા બસ્તીના લોકોએ પણ ભરપૂર લાભ લીધો હતો, જેમાં 120 લોકોએ તબીબી કાર્યક્રમનો લાભ લીધો હતો
આ કાર્યક્રમમાં લોકદ્રષ્ટિના પ્રમુખ તથા સક્ષમના પશ્ચિમ ભારતના કાર્યવાહ ડો. પ્રફુલ્લ શિરોયા અને ઉપ- પ્રમુખ દિનેશભાઈ પટેલ અને પનાસ આરોગ્ય કેન્દ્રના હોમિયોપેથીક ડોક્ટર નિરાલીબેન ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. તેમજ કાર્યક્રમને સફળ બનાવવા બ્રાન્ચ દ્વારા પોતાની હાજરી નોંધાવનારના નામ આ મુજબ છેઃ પ્રેમલ જી ચોકસી, મનોજ જી ગોયલ, અનમોલ જી બંસલ, ગોપાલ જી સ્વર્ણકર, સિદ્ધાર્થ જી લાપસીવાલા, વૃંદ ભટ્ટ, જય શર્મા, સચિન શર્મા, પરીશન શાહ (સ્વ સેવક) અને નગર માથી શ્રી રાજેન્દ્ર જી ગુગનાની, શ્રી અશોક જી ધાંધનિયા, શ્રી સુભાષ જી સૈનીએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
આભાર…