નાયબ બાગાયત નિયામકની કચેરી અમરેલી દ્વારા વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા ખાતે બગસરા શહેરના નાગરિકો માટે અર્બન હોર્ટિકલચર ડેવલોપમેન્ટ અંતર્ગત કિચન ગાર્ડન ઉપર એક માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમરેલી જિલ્લાના નાયબ બાગાયત નિયામકશ્રી જયરાજ વાળા સાહેબ, બાગાયત અધિકારીશ્રી અવનીબેન ગોસ્વામી, બાગાયત મદદનીશશ્રી હરેશભાઈ હેલૈયા એ ઉપસ્થિત રહી મહિલા મંડળના 58 બહેનોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, જેમાં ઘર આંગણે શાકભાજી વાવવા માટે કેવી જગ્યા, કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને તેની માવજત કઈ ઋતુમાં કેવા શાકભાજી બિયારણો વાવી શકાય તે બાબતે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, અને ફળાવ વૃક્ષોના રોપા અને શાકભાજી બિયારણ તેમજ સેન્દ્રિય ખાતરો નું વિનામૂલ્યે વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માટે બાગાયત કચેરી અમરેલી તથા વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ ના દેવચંદભાઈ તથા બહેનો અને કર્મચારીઓ એ જહેમત ઉઠાવી લોકો શહેરી વિસ્તારમાં ઘર આંગણે શાકભાજી અને બાગાયતી પાકો કરતા થાય તેવા પ્રયત્નો કરવામાં આવેલ.
અહેવાલ કનુભાઈ ખાચર