શ્રી બાબરકોટ કે.વ.શાળામાં તા 12/06/2023 ને સોમવારે શાળા પ્રવેશોત્સવ યોજાયો.
આજરોજ શ્રી બાબરકોટ કે.વ.શાળામાં શાળા પ્રવેશોત્સવ નું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ માં બોટાદ જિલ્લાના એસ.પી.કે.એફ.બલોળીયા સાહેબશ્રી , ઈજનેર સાહેબ શ્રી ચિરાગ વાગમશી સાહેબે, પાળીયાદ પી.એસ.આઈ રાવલ મેડમ આ ઉપરાંત ગામ ના અગ્રણી સરપંચશ્રી તથા કનુભાઈ ધાધલ તથા કનુભાઈ ખાચર તથા એસ.એમ.સી અધ્યક્ષ ખોડાભાઈ ડાભી તથા તલાટી અશ્વિનભાઈ તથા આરોગ્ય શાખા માંથી ડો.ડોલીબેન તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ને વાલીગણ નવા બાલવાટિકા ,અને ધોરણ 1 ના પ્રવેશ મેળવતા બાળકોના સ્વાગત કરવા હાજરી આપેલ. શાળાના આચાર્યશ્રી તુષારભાઈ શાહ અને સમગ્ર સ્ટાફ મિત્રો એ સરસ આયોજન કરયુ હતું. કનુભાઈ ધાધલ તરફથી બાળકોને બટુકભોજન, તેમજ જાયન્ટસ ગ્રુપ તરફ થી પ્રવેશ પામતા બાળકોને કીટ નું વિતરણ કરેલ.શાળાના આચાર્ય તરફથી તેજસ્વી બાળકોને ઇનામ આપી ને સનમાં કરવામાં આવ્યુ.
અહેવાલ કનુભાઈ ખાચર