શ્રી લાલ બહાદુર શાસ્ત્રી પ્રા શાળા નં 25 તુલસી નગર બોટાદમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2023 ની ઉજવણી.
આજ રોજ શ્રી લાલ બહાદુર શાસ્ત્રી પ્રા શાળા નં 25 બોટાદમાં સરકારશ્રી ના નિર્ધારિત કાર્યક્રમ અનુસાર શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં બાલવાટિકા અને ધોરણ એકમાં બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો.કાર્યક્રમમાં બાળકોએ વિવિધ કૃતિ રજૂ કરી હોંશભેર ભાગ લઈ કાર્યક્રમને રંગીન બનાવ્યો હતો.આ કાર્યક્રમમાં બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ચીફ ઓફિસર શ્રી ગોસ્વામી સાહેબ,શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન શ્રી દિલીપભાઈ જોશી તેમજ સભ્યો, જાયન્ટ ગ્રુપ ઓફ બોટાદના પદાધિકારીઓ,જિલ્લા શિક્ષણ સેલના પ્રમુખ મયુરધ્વજ સિંહ ભાટી,યુવા મોરચા પ્રમુખ જીગ્નેશભાઈ બોલીયા,
smc સભ્યો,બોટાદ ભાજપ ના અગ્રણીઓ,વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય શ્રી હરેશભાઈ ભોજક અને શાળા ના શિક્ષકોએ ભારે જહેમત ઊઠાવી હતી.
અહેવાલ કનુભાઈ ખાચર