વિશ્વ નેત્રદાન દિવસ
વિશ્વના ઘણા દેશોમાં નેત્રદાન નું મહત્વ સમજી ને ૧૦ જૂનના દિવસે લોકોને નેત્રદાન કરવા જાગૃતતા ફેલાવાય છે. વિકાસ સીલ દેશોમાં સ્વરછ્ય સમસ્યાઓમાં દ્રષ્ટિહીનતા મોટી સમસ્યા છે. WHO ના મત અનુસાર કોરનિયાની બીમારી મોતિયાના ઓપરેશન, ઝામર ઇજા પામવાના કારણે એ અંધત્વના મેઇન કારણો માં નું એક છે.
લોકદ્રષ્ટિ ચેરિટેબલ ટ્રસ્ટ તથા લોકદ્રષ્ટિ ચક્ષુબેન્ક ની સ્થાપના ૧૯૯૮ માં થતો આ વર્ષ રજત વર્ષ ૨૫ વર્ષમાં સ્થાપના સ્થાપક ડો. પ્રફુલ્લભાઈ શિરોયા જેઓ CAMBA (કોરનિયા અંધત્વ મુક્ત ભારત અભિયાનમાં પશ્ચિમ ભારતના કાર્યવાહક સંયોજક સક્ષમ ગુજરાત પ્રાંત, હોમગાર્ડઝ કમાન્ડન્ટ સુરત જિલ્લા. ચેરમેન ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, રેડક્રોસ બ્લડ બેન્ક તથા દિનેશભાઇ જી. પટેલ(જોગાણી) ઉપપ્રમુખ લોકદ્રષ્ટિ ચેરિટેબલ ટ્રસ્ટ તથા લોકદ્રષ્ટિ ચક્ષુબેન્ક, આભાર આઇકેર મિશન, વાઇસ ચેરમેન રેડક્રોસ બ્લડબેંક સક્ષમ સંયોજક સુરત. તેમજ ડો. રામણીકભાઈ અમીપરા, ભરતભાઇ પટેલ ચુનીભાઈ ગજેરા, ડૉ. રમેશભાઈ પટેલ, પ્રતાપભાઈ જોગાણી, ધરમશીભઈ કે. પટેલ, મફતભાઇ શિરોયા, પ્રફુલભાઇ એસ. પટેલ. ઘનશ્યામભાઈ ભૂગળિયા, ધીરુભાઈ મુલાણિ, નાતભાઈ ગજેરા, નગજીભાઇ સોજીત્રા, અશોકભાઇ ભંડેરી, કાળુભાઇ બી. પટેલ, કલ્યાણભાઈ કાનાણી તથા વિવિધ ક્ષેત્રે કાર્યરત મહાનુભાવો, ધારામિક પ્રેરકો, રાજકીય મહાનુભાવો. સામાજિક આગેવાનોના અથાક પ્રયત્નો થી નેત્રદાન ની પ્રવૃતિ વેગવાન બનાવી છે. ૨૫ વર્ષમાં ૪૫૬૬૦ જેટલા નેત્રદાન સ્વીકારી ૭૫૦૦૦ થી વધુ લોકોને દ્રષ્ટિ વાન બનાવવા પ્રયત્નો કર્યાં છે. સંસ્થાના પ્રમુખને રાષ્ટ્રપતિ એવોર્ડ પ્રાપ્ત થયો. આ ઉપરાંત રાજ્ય સરકાર તરફ થી અસંખ્ય એવોર્ડ સંસ્થાને મળેલ છે. લીમકા બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન પ્રાપ્ત કરેલ છે.
વિશ્વ અને ભારતમાં મોટી સંખ્યામાં લોકો અંધ છે. આમાં કોરનિયાના કારણ થી અંધ લોકો ને ફરી વખત દ્રષ્ટિવાન બનાવી શકાય છે. તેમાં નાની ઉંમરના બાળકો, નવ યુવાનો ની સંખ્યા ૫૦% થી વધારે છે. મૃત્યુ બાદ છ કલાકમાં નેત્રદાન કરવાથી કોરણીયલ અંધત્વ ભોગવતા લોકોને ફરીવાર દ્રષ્ટિવાન બનાવી શકાય છે.
નેત્રદાન થી ડરી દ્રષ્ટિ મળે તેમજ નેત્રદાન કરેલ નેત્રદાતાઓ અને નેત્રદાનનો સંકલ્પ કરેલ લોકોને
બિરદાવવા માટે આ દિવસ ની ઉજવણી થાય છે. હજુ ઘણા બધા લોકોને જરૂર છે માટે નેત્રદાન ની પ્રવૃત્તિ ને વધુ વેગવંતી કરવાની જરૂર છે, તેમાં
આપ સૌ નો સાહિયોગ જરૂરી છે.
તમારા સંપર્કમાં કોઈ પણ કાળી કીકી ને કારણે અંધત્વ ભોગવતી વ્યક્તિ જણાય તો ચક્ષુબેંક નો સંપર્ક કરશો, નેત્ર પ્રત્યારોપન પહેલા તેમના આંખના પડદા નુ નિદાન, આંખના સ્નાયુ, આંખનું પ્રસાર, બી.પી., ડાયાબિટીસ જોવાતા હોય છે. તેમાં તકલીફ ના હોય તેવા કોરનિયલ અંધત્વ ધરાવતા લોકોને ફરી દ્રષ્ટિ મળે છે.
વિશ્વ નેત્રદાનના દિવસે સંકલ્પ લઈએ કે કોર્નિયા થી અંધ લોકો માટે નેત્રદાન નો સંકલ્પ કરીએ. અંધ વ્યક્તિના જીવનમાં ઉજાસ ભરવાનું સોભાગ્ય પ્રાપ્ત કરીએ. આપણાં પુરાણોમાં વર્ણવેલ દાન- ધર્મના મહિમા ને ખરા અર્થમાં સાર્થક કરીએ.
…નેત્રદાન મહાદાન….