ચંદીગઢ પંચકુલા ખાતે 75 આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિશ્વ પરમાર્થ ફાઉન્ડેશન આયોજિત હમારા એક હી સરોકાર,નશા હો જીવન સે બહાર કાર્યક્રમ માં પૂજ્ય શ્રી ભયલુબાપુ, પૂજ્ય શ્રી સંપૂણાનંદજી બ્રહ્મચારી અને હરિયાણા રાજપાલ શ્રી બંડારુ દત્તાત્રેય હાજર રહ્યા
તારીખ ૦૯/૦૬/૨૦૨૩ શુક્રવાર ના રોજ પાળીયાદ પૂજ્ય શ્રી વિસામણ બાપુની જગ્યા ના મહંત શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી નિર્મળા બા ના પ્રતિનિધિ અને સદસ્યશ્રી અખિલ ભારતીય સંત સમિતિ પૂજ્ય શ્રી ભયલુબાપુ ચંદીગઢ પંચકુલ્લા ખાતે ૭૫-આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિશ્વ પરમાર્થ ફાઉન્ડેશન આયોજિત *હમારા એક હી સરોકાર, નશા હો જીવન સે બહાર* કાર્યક્રમ માં શ્રી શ્રી ૧૦૮ તપોનિષ્ઠ અગ્નિહોત્રી શ્રી સંપૂર્ણાનંદ બ્રહ્મચારીજી, હરિયાણાના રાજ્યપાલ બંડારુ દત્તાત્રેય, રાષ્ટ્રીય સ્વયંસેવક ના વડા શ્રી પ્રેમજી ગોયલ, હરિયાણા વિધાનસભા અધ્યક્ષ શ્રી જ્ઞાનચંદ ગુપ્તા, બ્રહ્મર્ષી શ્રી કુમાર સ્વામીજી સહિત ઘણા મહાનુભાવો હાજર રહ્યા હતા અને પૂજ્ય શ્રી ભયલુબાપુ એ બધા સાથે શુભેચ્છા મુલાકાત લીધી અને પરમ પૂજ્ય શ્રી વિસામણ બાપુની જગ્યા પાળીયાદ દર્શને આવવા આમંત્રણ આપ્યું.
અહેવાલ કનુભાઈ ખાચર