હોમગાર્ડઝ યુનિટ સચિન ,સુરત શહેર દ્વારા વૃક્ષ યાત્રા અને વૃક્ષા રોપણ સાથે વિશ્વ પર્યાવરણ સપ્તાહ ઊજવની
અનુસંધાને ‘જિલ્લા કમાન્ડન્ટ શ્રી ડો. પ્રફુલભાઈ શિરોયા’ ( રેડ ક્રોસ બલ્ડ સેનટર , સક્ષમ ગુજરાત ના સહ કાયઁવાહક , કોરનીયલ અંઘ્તવ મુક્ત ભારત અભિયાનના પશ્ચિમ વિભાગના કયઁવાહક ) ના માગઁદશઁન હેઠળ સચિન હોમગાર્ડઝ યુનિટ ના હોમગાર્ડઝ સભ્યો અને *ઓફિસર કમાન્ડિંગ શ્રી થોમસ.એમ. પઠારે* દ્વારા વૃક્ષ યાત્રા તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ મો સચિન માં હોમગાર્ડઝ પરેડ ગ્રાઉન્ડ ના આજુબાજુ માં 150 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.
કમાંડંન્ટ ડો શિરોયા એ જનાવ્યુ હતું કે લોકોમાં પયાઁવરણ જાગૃતી આવે તેમાટે સુરત શહેરના ૧૮૮૨ જેટલા હોમગાડઁઝ સતત પ્રયત્ન શીલ રહે છે
વૃક્ષો વાવો વરસાદ લાવો ,વૃક્ષો વાવો પ્રકૃતિ બચાઓ , છોડમાં રણછોડ છે જેવા નારા સાથે વૃક્ષ યાત્રા નીકળી સચીન ગામ પારડી ગામમાં ફરી હતી .
સચીન યુનીટ ના ઓસી, એનસીઓ અને હોમગાઁડઝ મિત્રો એ પણ પયાઁવરણ નું જતન કરવાના અને પ્રતીબંધીત પ્લાસ્ટિક નો ઉપયોગ નહી કરવાની પ્રતીજ્ઞા લીઘી હતી .