સહકારી મંડળીના મંત્રી નો વિદાય સમારંભ પાળીયાદ ખાતે યોજાયો
આજરોજ શ્રી પીપળીયા ગ્રુપ ખે. વિ. વિ. કા. સહકારી મંડળીના મંત્રી શ્રી વિજયભાઈ આર ધાધલ તથા ગઢડીયા સેવા સહકારી મંડળીના મંત્રી શ્રી યોગેશભાઈ પી.જોશી નિવૃત થતા તેમનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો બંને કર્મચારી ને સાલ ઓઢાડી વિહળાનાથ નો ફોટો તથા ગાય માતાનું મોમેન્ટ આપી સન્માન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા સહકારી બેંક લિ.ના ડિરેક્ટર શ્રી દામજીભાઈ મોરડીયા તથા જિલ્લા બેંકના આસી ઇન્સ્પેક્ટર ભીસરા સાહેબ બોટાદ તથા પાળીયાદ શાખાના મેનેજર શ્રી ખાચર સાહેબ તથા મિણીયા સાહેબ તથા શ્રી અનિરુદ્ધભાઈ ખાચર પ્રમુખ શ્રી પીપળીયા ગ્રુપ ખે. વિ. વિ. કા.સહકારી મંડળી લી. તથા વીરજીભાઈ પટેલ પ્રમુખ શ્રી ગઢડીયા સેવા સહકારી મંડળી લી.તથા પ્રતાપભાઈ ધાધલ પ્રમુખ બોટાદ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંધ તથા ભુપતભાઇ ધાધલ પ્રમુખ સહકાર ભારતી બોટાદ જિલ્લા તથા ડો. હરજીવાભાઈ રાજ્યગુરુ પાળીયાદ તથા સહકારી મંડળી ના પ્રમુખ મંત્રી બહોળી સંખ્યા માં હાજર રહ્યા હતા
અહેવાલ કનુભાઈ ખાચર