અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પદે દરબાર સાહેબ શ્રી વનરાજકુમાર સિંહજી ખવડ ઓફ સુદામડા ધાંધલપુર સ્ટેટ પાંચાળ કાઠીયાવાડની તારીખ 4/6/2023 ના રોજ વરણી કરવામાં આવેલ
અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભા 1897 ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પદે દરબાર સાહેબ શ્રી વનરાજકુમાર સિંહજી ખવડ ઓફ સુદામડા ધાંધલપુર સ્ટેટ પંચાળ કાઠીયાવાડની વરણી રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી ડોક્ટર રાજા સાહેબ શ્રી માનવેન્દ્રસિંહજી પૂર્વ કેન્દ્રીય મંત્રી તથા ક્ષત્રિય મહાસભાના ક્ષાત્ર ગણ પદાધિકારીઓ દ્વારા કરવામાં આવેલ.
આ તકે દરબાર સાહેબ શ્રી ને અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભા તથા તમામ ક્ષત્રિય સંગઠનો તથા સંતો મહંતો શ્રેષ્ઠિઓ રાજવીઓ રાજ પરિવારો તથા રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો તથા અધિકારીઓ તથા પદાધિકારીઓ તથા સ્નેહીજનો તથા જાહેર જનતા જનાર્દન તરફથી ખુબ ખુબ શુભકામના મોકલી વધાઇયુ પાઠવવામાં આવેલ.
દરબાર સાહેબ શ્રી વનરાજકુમાર સિંહજી ને અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભા 1897 દ્વારા આયોજિત પૃથ્વીરાજ ચૌહાણ જયંતિ સમારોહ 11 જુન 2023 માં પધારવા માટે ખાસ નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.
અહેવાલ કનુભાઈ ખાચર