બ્રહ્માકુમારીઝ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પર્યાવરણ સપ્તાહ ની ઉજવણી બ્રહ્માકુમારીઝ ના સુરત વરાછા સેવાકેન્દ્ર દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પર્યાવરણ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. સુરત શહેરની વિશિષ્ટ પ્રતિભાઓ આદ.ભ્રાતા શશીકુમારભાઈ- Chief conservator of Forest, surat district, ભ્રાતા મનોજભાઈ – ક્લાસ ૨ ઓફિસર- બી.આઈ.એસ., ભગિની અસ્મિતાબેન શિરોયા-માજી મેયરશ્રી, ડૉ.પ્રફુલ્લભાઈ શિરોયા-લોકદષ્ટિ ચક્ષુબેંક ના ચેરમેનશ્રી, ડૉ.વિનોદભાઈ, ડૉ.કોમલબેન ના હસ્તે બ્ર.કુ.સંસ્થાના ભાઈ-બહેનોને રોપાઓનું વિતરણ કરવામાં આવ્યુ.
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે ઉપસ્થિત સર્વ મહાનુભાવોનું તુલસી નો છોડ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું
બ્ર.કુ.તૃપ્તિબેને (સંચાલિકા સુરત વરાછા સેવાકેન્દ્ર) સર્વને સંબોધીત કરતા જણાવ્યું કે સમગ્ર વિશ્વને જેની આવશ્યક્તા જ નહીં, પરંતુ અનિવાર્યતા છે, તેવા પ્રકૃતિના સન્માન અને સવર્ધનનો દિવસ તે આજનો દિવસ છે. માનવ જીવનનું અસ્તિત્વ વૃક્ષો પર નિર્ભર છે. વૈશ્વિક મહામારીની બીજી લહેર માં ઓકસીજન ના અભાવ ને કારણે ટૂટતા શ્વાસોંએ લોકોને વૃક્ષારોપણ તથા વૃક્ષોના સંરક્ષણનું મહત્વ સમજાવી દિધુ છે. ઓકસીજન ની કમી, ગ્લોબલ વોર્મીંગ, પ્રાકૃતિક આપદાઓ, વધી રહેલ પ્રદુષણ જેવી અનેક સમસ્યાઓં નું સમાધાન માત્ર વૃક્ષારોપણ માં જ છે. પર્યાવરણ નું સંતુલન જળવાય રહે તે માટે નું આ મુખ્ય પગલું છે.
ભીનમાલ થી પધારેલ આદ.બ્ર.કુ.ગીતાબેને પ્રાસંગીક ઉદબોધન આપતા કહ્યું કે દુનિયામાં પ્રદુષણ આટલું બધુ વધી ગયુ છે તેનુ સૌથી મોટું કારણ એ મનુષ્ય છે. મનુષ્ય જ છે જે અનેક પ્રકારથી વિચારોથી પ્રદુષિત કરે છે સંસારના વાતાવરણ ને. પોતાની વાણીથી પણ અનેક લોકોના મનના અને વાતાવરણમાં પ્રદુષણ ફેલાવે છે અને સાથે સાથે પ્લાસ્ટિક નો કચરો ફેંકવો અનેક પ્રકારના ગેસ નું ઉત્સર્જન થવું, ગાડીઓ અને એરકન્ડીશન ના ઉપયોગ દ્વારા જે વાતાવરણને પ્રદુષિત કરે છે. સાધારણ વ્યક્તિ ફક્ત પોતાના માટે જીવે છે. પરંતુ યોગી એવું વિચારે છે કે હું જે કરું છું તેની અસર પ્રકૃતિ પર શું પડે છે ? વ્યક્તિઓ પર શું પડે છે? યોગી ઉપયોગી હોય છે. આપણે સંસાર માટે ઉપયોગી માનવ બનીએ. તેના માટે પરમાત્માએ આપણને સૌને સુંદર પ્રેરણાઓ આપી છે. પ્રકૃતિનું આપણા પર ૠણ છે જેને આપણે મનના શુભ સંકલ્પો દ્વારા સેવા કરીને ચુકવવાનું છે. સાથે પર્યાવરણની રક્ષા અને વૃક્ષા રોપણ કરી તે ઋણ ને ચુકવવાનું છે.
ભાઈ-બહેનોમાં ઉમંગ-ઉત્સાહ અને જાગૃતિ લાવવા માટે નારા પણ બોલાવવામાં આવ્યા અને સાથે- સાથે વિશ્વ પર્યાવરણ દિવસ ની ઉજવણી ખુબ સુંદર મજાના રોપાઓ ભાઈ-બહનોને અર્પણ કરી ને કરવામાં આવ્યું. સુરત મહાનગર પાલિકા દ્વારા બ્રહ્માકુમારી સંસ્થાને ૯૦૦ જેટલા છાયા વૃક્ષોનું વિનામૂલ્યે આપવામાં આવ્યા. જે બ્રહ્માકુમારીઝ ભાઈ-બહેનો દ્વારા પ્રકૃતિના સવર્ધન માટે વૃક્ષા રોપણ કરવામાં આવ્યુ.