સારંગપુર BAPS યજ્ઞપુરુષ વાડી ખાતે અંજીરની પ્રાકૃતિક ખેતી પ્રોસેસિંગ મધમાખી પાલનની તાલીમ આત્મા યોજના બોટાદ દ્વારા યોજાઈ.
માન.પ્રધાનમંત્રીશ્રીના આહવાન મુજબ પ્રાકૃતિક કૃષિ અભિયાન ચાલી રહ્યું છે તેને અનુલક્ષીને આજ રોજ BAPS યજ્ઞપુરુષ વાડી સારંગપુર ખાતે અંજીરની પ્રાકૃતિક ખેતી, પ્રોસેસિંગ, મધમાખી પાલનની તાલીમ આત્મા યોજના, બોટાદ દ્વારા માન. કલેકટરશ્રી અને માન. જિલ્લા વિકાસ અધિકારીશ્રી, બોટાદના અધ્યક્ષ સ્થાને યોજાયેલ હતી. આ ફાર્મ પર પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજની પ્રેરણા અને પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામીના માર્ગદર્શન મુજબ અંજીરની પ્રાકૃતિક ખેતી કરવામાં આવે છે. આ તાલીમ કાર્યક્રમમાં બોટાદ જિલ્લાના 200થી પણ વધારે ખેડૂતભાઈઓ તથા બહેનોએ અંજીરની પ્રાકૃતિક ખેતી તથા તેના પ્રોસેસિંગ અને માર્કેટિંગની સાથે સાથે મધમાખી પાલનની ડેમો સાથે માહિતી મેળવેલ હતી. બોટાદ જિલ્લાના ખેડૂતો BAPS યજ્ઞપુરુષ ફાર્મ સારંગપુર ખાતે થતી અંજીરની પ્રાકૃતિક ખેતીમાંથી પ્રેરણા લઈ અંજીરની ખેતી તરફ વળે અને મૂલ્યવર્ધન કરી વધારે આવક મેળવે તે માટે આણંદથી પધારેલ શ્રી રાજેન્દ્રભાઈએ માહિતી આપેલ હતી. ઉલ્લેખનીય છે કે લોહીના રોગો અને અન્ય ઘણી શારીરિક ઉણપોમાં અંજીર વપરાય છે જેની ખેતી ખૂબ સરળ અને સહેલી હોય છે. મધમાખી પાલન માટે ગુજ-બી સહકારી મંડળી લી. સુરત તરફથી રાજેશભાઈ પટેલ અને મેહુલભાઈ બાવળીયા (ચંદરવા)એ હાજર રહી ડેમો સાથે માહિતી આપેલ હતી. વધુમાં BAPS ફાર્મ ખાતે થતી અન્ય ખેતી જેવી કે પામારોઝા, ખારેક, દાડમ, જામફળ, સીતાફળ વગેરેની ખેતી અને પ્રાકૃતિક ખેતી માટે અહીંના સ્વયંસંચાલિત જીવામૃત પ્લાન્ટની માહિતી પૂજ્ય બ્રહ્મચિંતનદાસ સ્વામી અને ફાર્મ મેનેજરશ્રી રમેશભાઈએ આપેલ હતી.
આ કાર્યક્રમમાં માન. કલેકટરશ્રી, માન. જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉપરાંત જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી બી આર બલદાણીયા, નાયબ બાગાયત નિયામકશ્રી જે ડી વાળા, મદદનીશ ખેતી નિયામકશ્રી કે બી રમણા, બરવાળા APMC ચેરમેનશ્રી ભવિકભાઈ ખાચર, BAPS સ્વામિનારાયણ મંદિર સારંગપુર વતી પૂજ્ય બ્રહ્મચિંતન દાસ સ્વામી, પૂજ્ય દિવ્યનિધિદાસ સ્વામી તથા આત્મા યોજના, બોટાદનો સ્ટાફ સહિત મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. કાર્યક્રમના અંતે અંજીરના રોપાનું વિતરણ પણ કરવામાં આવેલ હતું..
અહેવાલ કનુભાઈ ખાચર