શ્રી બોટાદ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી ની ૬૭ મી વાર્ષિક સાધારણ સભા મળી
આજ રોજ તા ૦૪/૦૬/૨૦૨૩ ને રવિવાર ના રોજ પરમેશ્વર હોટેલ ખાતે શ્રી બોટાદ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી ની ૬૭ મી વાર્ષિક સાધારણ સભા મળી હતી જેમાં સંઘ ના ચેરમેન શ્રી પ્રતાપભાઈ ધાધલ ના અધ્યક્ષ સ્થાને આ સભા મળેલ હતી મુખ્ય મહેમાન તરીકે જિલ્લા પંચાયત બોટાદ ના ચેરમેન શ્રી ધનશ્યામભાઈ વિરાણી હાજર રહયા હતા અને બોટાદ જિલ્લા ભાજપ ના મહામંત્રી શ્રી રશીકભાઈ ભુંગાણી તેમજ મહામંત્રીશ્રી ભૂપતભાઈ મેર તથા મનહરભાઈ માતરીયા હાજર રહેલ હતા સંસ્થાએ સંસ્થાની સ્થાપના થયા પછી વધારેમાં વધારે નફો ૪૪૯૦૦૦૦ સંસ્થાએ કરેલ છે. તે ખુબજ અભિનંદન ને પાત્ર છે. સંઘ ના મેનેજરશ્રી ભરતભાઈ ખાચરે વાર્ષિક અહેવાલ વાચી સંભળાવેલ અને સર્વે સભાસદોએ બહુમતીથી મંજુર કરેલ હતો પ્રતિકભાઈ વડોદરિયા એ આ સભાની આભાર વિધિ કરેલ હતી અને મંડળી સભાસદોને પ્રેજન્ટ પણ સંસ્થા તરફથી આપવામાં આવેલ હતી અને સભાનું સંચાલન કિશોરભાઈ પીપાવત સાહેબે કરેલ હતું આ સભામાં સહકારી અગ્રણીઓ તથા મંડળી ના પ્રમુખ મંત્રી ખૂબ જ બહોળી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ કનુભાઈ ખાચર