ભીમસેની એકાદશી નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ દાદાને રંગબેરંગી ફુલોની પાંદડીના વાઘા અને
મોગરાના ફૂલોનો દિવ્ય શણગાર
વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી ભીમસેની એકાદશી નિમિત્તે તા.31-05-2023ને બુધવારના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને રંગબેરંગી ફુલ -પાંદડીના વાઘાનો દિવ્ય શણગાર તેમજ દાદાના સિંહાસનને મોગરાના ફૂલોનો દિવ્ય શણગાર ધરાવવામાં આવેલ તેમજ સવારે 05:45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવેલ. તેમજ મંદિરના પટાંગણમાં શ્રી મારુતિયજ્ઞનું આયોજન કરવામાં આવેલ. જેના દર્શન-આરતીનો લાભ હજારો હરિભક્તો લઇ ધન્યતા અનુભવી હતી.