પાળીયાદ પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યામાં બોટાદ જિલ્લા ભાજપ આગેવાનો દર્શને
આજરોજ તારીખ 28-5-2023 ને રવિવાર ના રોજ પાળીયાદ પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યામાં બોટાદ જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી શ્રી વંદનાબેન મકવાણા, મહામંત્રી બોટાદ જિલ્લા ભાજપ જામસંગભાઈ પરમાર, મહામંત્રી બોટાદ જિલ્લા ભાજપ ભુપતભાઈ મેર, ઉપપ્રમુખ બોટાદ જિલ્લા ભાજપ વિનુભાઈ સોલંકી, પૂર્વ મહામંત્રી બોટાદ જિલ્લા ભાજપ પોપટભાઈ અવૈયા, કારોબારી ચેરમેન બોટાદ જિલ્લા પંચાયત ભગવંતસિંહ દાયમા, એપીએમસી ચેરમેન રાણપુર કિશોરભાઈ ધાધલ, હીરાલાલ ખાણીયા ચેરમેન રાણપુર તાલુકા ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર અને ઠાકર શ્રી વિહળાનાથ ના દર્શન કરવા આવેલ ત્યારબાદ જગ્યા ના મહંત પરમ પૂજ્ય શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી નિર્મળાબા ના આશીર્વાદ લઈ પૂજ્ય ભયલુબાપુ ની મુલાકાત લઈ જગ્યા ની વ્યવસ્થા,ચોખ્ખાઈ અને સ્વચ્છતા જોઈ ખુબ આનંદ સાથે રાજીપો વ્યક્ત કર્યો.
અહેવાલ કનુભાઈ ખાચર