વિહળધામ પાળીયાદ સંચાલીત શ્રી વિહળ ઇન્ટરનેશનલ વિદ્યાપીઠ સ્કુલ નું પરિણામ:- 94.84%
સૌરાષ્ટ્ર ની જગ વિખ્યાત દેહાણ પરંપરા ની પરમ પૂજ્ય શ્રી વિસામણ બાપુ ની જગ્યા વિહળધામ પાળીયાદ સંચાલીત શ્રી વિહળ ઇન્ટરનેશનલ વિદ્યાપીઠ સ્કુલ નું આજ રોજ તા.૨૫/૫/૨૦૨૩ ને ગુરુવાર ના રોજ SSC માર્ચ 2023 નુ પરિણામ જાહેર થયેલ જેમાં શ્રી વિહળ ઇન્ટરનેશનલ વિદ્યાપીઠ ની વિધાર્થીની પટેલ શ્લોકા પીન્કેશભાઈ A1 ગ્રેડ સાથે બીઝીક ગણિત મા 100/100 તથા 99.99 PR સાથે સમગ્ર ગુજરાત રાજ્ય અને બોટાદ જિલ્લા મા પ્રથમ અને જેમણે શાળા તથા પરીવાર નું નામ રોશન કરેલ છે…તેમજ આ શ્રી વિહળ ઇન્ટરનેશનલ વિધાપીઠ મા ધોરણ 10 મા અભ્યાસ કરતા અન્ય ત્રણ વિધાર્થીઓ ચાવડા પ્રિન્સ 99.91 PR À1 ગ્રેડ સાથે બોટાદ જિલ્લા મા તૃતીય , વાઘેલા તીર્થ 99.69 PR A1 ગ્રેડ અને રાઠોડ માનસ 99.33 PR À1 ગ્રેડ સાથે સર્વ શ્રેષ્ઠ પરીણામ પ્રાપ્ત કર્યું છે…
આ તમામ વિધાર્થીઓ પર ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર ના ઠાકર શ્રી વિહળાનાથ ના તેમજ મહંત શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્મળાબા ના આશીર્વાદ સદાય આમજ વરસતા રહે તથા એમના વાલીગણ ને પણ શ્રી વિહળ ઇન્ટરનેશનલ વિધાપીઠ તરફથી ખુબ ખુબ અભિનંદન પાઠવેલ…
બોર્ડ નું પરિણામ :- 64.62%
બોટાદ જિલ્લા નુ :- 73.39%
શાળાનું પરિણામ:- 94.84%
અહેવાલ કનુભાઈ ખાચર