તાં ઉમરગામ
જિલ્લા. વલસાડ
રિપોર્ટર. અશ્વિનભાઇ ડી ભાવર
ઉમરગામના મામલતદાર 5 લાખની લાંચ લેતા ઝડપાયા, જમીનના દાવામાં ફરિયાદીની તરફેણમાં ચુકાદો આપવા બદલ માંગી હતી લાંચ
વલસાડ જિલ્લાના ઉમરગામના મામલતદાર રૂપિયા પાંચ લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાતા ચકચાર મચી છે. ફરિયાદી દ્વારા ઉમરગામ મામલતદાર કચેરીમાં જમીનની વારસાઈ કરવવા માટે અરજી કરવામાં આવી હતી. તે જમીન નો થર્ડ પાર્ટીનો દાવો મામલતદારની કોર્ટમાં ચાલી રહ્યો હતો. જે જમીનમાં વારસાઈ કરાવવા તકરારી મેટર બની હતી. જે તકરારી મેટરનો નિકાલ કરવા માટે થર પાર્ટીનો ચાલી આવતા દાવોના ફરિયાદીની તરફેણમાં હુકુમ કરવા માટે મામલતદાર દ્વારા પાંચ લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી.