પાળીયાદ વિહળધામ ખાતે શ્રી વિહળશક્તિ ગ્રુપ નું સ્નેહમિલન યોજાયો
આજરોજ તારીખ ૨૦/૦૫/૨૦૨૩ શનિવારના રોજ પાળિયાદ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યામાં પૂજ્ય શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી નિર્મળા બા દ્વારા ચલાવવામાં આવતું *શ્રી વિહળશક્તિ ગ્રુપ* નું સ્નેહમિલન રાખવામાં આવ્યું હતું. આ પ્રસંગે બોટાદ ભજનાનંદ આશ્રમ ના પૂજ્ય આત્માનંદ સરસ્વતીજીબાપુ પધારેલ અને સૌ બહેનોને વેસ્ટર્ન કલ્ચરથી દૂર રહી આધુનિક સમયમાં આપણી સંસ્કૃતિ જાળવી રાખવી અને એનું જતન કરવું એવું માર્ગદર્શન પૂરું પાડેલ આ પ્રસંગે પૂજ્ય ભયલુબાપુ,પૂજ્ય શ્રી ગાયત્રીબા,પૂજ્ય શ્રી દિયાબા અને કાઠી ક્ષત્રિય સમાજ ના બહેનો ખુબ મોટી સંખ્યામાં હાજર રહેલ.
અહેવાલ કનુભાઈ ખાચર