Saturday, June 3, 2023
Homeમારુ ગુજરાતબોટાદ માર્કેટિંગ યાર્ડ માં સહકારી મંડળીઓ નો સેમિનાર યોજાયો

બોટાદ માર્કેટિંગ યાર્ડ માં સહકારી મંડળીઓ નો સેમિનાર યોજાયો

બોટાદ માર્કેટિંગ યાર્ડ માં સહકારી મંડળીઓ નો સેમિનાર યોજાયો

તા.૧૬/૦૫/૨૦૨૩નાં રોજ બોટાદ જીલ્લાની પેક્સ મંડળીઓનો સીએસસી સેન્ટટર મોડેલ બાયલોઝ અને પેક્સ કોમ્પ્યુટરાઇઝેશન અંગેનો સેમિનાર રાખવામાં આવેલ, જેમા માન. આર.ડી. ત્રિવેદી સાહેબ સંયુક્ત રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ ગુજરાત રાજ્ય ગાંધીનગર તથા કિરિટભાઇ બાપુદરીયા જનરલ મેનેજરશ્રી અમદાવાદ ડિસ્ટ્રીક્ટ કો ઓપરેટીવ બેંક લી. તથા શ્રી આર.ડી. સરવૈયા જનરલ મેનેજર શ્રી ભાવનગર ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ બેંક લી. તથા શ્રી રીનાબેન પટેલ જીલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ બોટાદ તથા દિપકભાઈ ખલાસ ડીડીએમ નાબાર્ડ તથા સીએસસી સેન્ટટર તરફથી શ્રી અશોકભાઇ પટેલ હાજર રહેલ હતા. આ સેમિનારમાં સેવા સહકારી મંડળીઓનાં મંત્રીશ્રીઓને કોમન સર્વિસ સેન્ટર શરૂ કરવા માટે માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યુ. જેથી ગામલોકોને મુળભુત સુવિધાઓ ઓનલાઇન ગામમાં જ મળી રહે. તેમજ દરેક મંડળીઓને મોડેલ પેટાનિયમ અપનાવવા માટે જણાવવામાં આવ્યુ જેથી દરેક સેવા મંડળીઓ વચ્ચે એકસુત્રતા જળવાઇ રહે. નાબાર્ડ, ડિસ્ટ્રીક્ટ બેંક તથા સરકારશ્રી દ્વારા જાહેર કરાયેલ કેટલીક યોજનાઓ વિશે માહિતી આપી. સેવા મંડળીઓ વધુમાં વધુ ખેડૂતોને માર્ગદર્શક અને મદદરૂપ થઇ શકે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યુ. કુલ ૧૪૮ બોટાદ જીલ્લાની મંડળીઓ પૈકી ૧૩૦ જેટલી મંડળીઓનાં મંત્રીશ્રીઓ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવવા માટે યોગદાન આપેલ છે.સમગ્ર કાર્યક્રમ માં apmc ના સ્ટાફે તેમજ જિલ્લા રજીસ્ટાર કચેરી ના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

અહેવાલ કનુભાઈ ખાચર

apstarnews
apstarnews
Akshar Purshottam Star NEWS
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
2FollowersFollow
+26
°
C
+29°
+17°
Gujarat
Monday, 09
Tuesday
+30° +17°
Wednesday
+30° +17°
Thursday
+29° +18°
Friday
+27° +15°
Saturday
+27° +14°
Sunday
+27° +15°
See 7-Day Forecast
- Advertisment -

Most Popular

Recent Comments