રેડક્રોસ ચોર્યાસી બ્રાંચ, સક્ષમ સુરત તથા CAMBA(કોરનિયા અંધત્વ મુક્ત ભારત અભિયાન) અંતર્ગત લોકદ્રષ્ટિ ચક્ષુબેન્ક ને વધુ એક દેહદાન પ્રાપ્ત થયું…
ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી ચોર્યાસી બ્રાંચ, લોકદ્રિષ્ટ ચક્ષુબેંક, સક્ષમ સુરતની જાગૃતિથી ભાવનગર જિલ્લાના જેસર તાલુકામાં આવેલ પીપરડી ગામના વતની અને હાલ સુરતના યોગીચોક વિસ્તારમાં આવેલ એપલ એવન્યુમાં રહેતા હરેશભાઈ તથા નિલેષભાઈ શેલડિયાના પિતા સ્વ.દેવચંદભાઈ નગજીભાઇ શેલડિયા (ઉ.વ.-૭૩)નું અવસાન થતા જેમના પરિવારના સહયોગથી ડો.પ્રફુલભાઈ શિરોયા ઉપસ્થિત રહી ચક્ષુદાન અને દેહદાન મેળવ્યું હતું. અને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.CAMBA (કોર્નીયલ અંધત્વ મુક્ત ભારત અભિયાન) માટે આ ચક્ષુદાન સ્વીકારેલ
સ્વ.દેવચંદભાઈ નગજીભાઇ શેલડિયા જેમની ઉંમર ૭૩ વર્ષ હતી. ગામ પીપરડી જેઓ હાલ સુરત મુકામે રહેતા. આજ થી ૨૫ વર્ષ પહેલા લોકદ્રષ્ટિ ચક્ષુબેંક ની સ્થાપના સમયે તેઓએ દેહદાન નો સંકલ્પ કર્યો હતો. આ સંકલ્પને સાર્થક કરવા તેમના પરિવારમાં વડીલ માતૃશ્રી મંજુલાબેન, પુત્ર હરેશભાઈ તથા નિલેષભાઈ, પુત્રી જસવંતિબેન ઘનશ્યામભાઈ કોરાટ, પુત્રી વિલાસબેન નિલેષભાઈ માંગરોળિયા. ધીરુભાઈ નગજીભાઇ શેલડિયા, અશ્વિનભાઈ, નરેશભાઇ ભરતભાઇ તેમજ શેલડિયા પરિવારના સહયોગથી તેમની અંતિમ ઈચ્છા પ્રમાણે લોકષ્ટ ચક્ષુબેંક અને ઇન્ડિયન રેડક્રોસ બ્રાંચ દ્રારા દેહદાન સ્વીકારી છેલ્લી ઈચ્છા પૂર્ણ કરવામાં આવેલ.
આ દેહને અગ્નિ સંસ્કાર આપી પંચમહાભૂતમાં વિલિન કરવા કરતા નર્મદા જિલ્લાના રાજપીપળામાં આવેલ સિવિલ હોસ્પીટલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને દેહની આંતરિક રચના શીખે તેવા શુભ આશય સાથે હોસ્પિટલના ડો. આશિષ રાઠવા તથા ડો. પ્રશાંતકુમાર વસાવા દ્વારા સ્વ.દેવચંદભાઈના દેહનું દાનનો સ્વીકાર કરવામાં આવેલ,