શહેર હોમગાડઁઝ ના સી યુનીટ દ્વારા પીપલ્સ બેંન્ક ના સહયોગથી રક્ત દાન કેમ્પ યોજાયો
સુરત શહેર હોમગાર્ડઝ નાં ઉધના “સી” ઝોન હોમગાર્ડઝ યુનિટ તેમજ ધી સુરત પીપલ્સ કો. ઓપ. બેંક લિ. સુરતનાં સૌજન્યથી રક્તદાન અને રક્તદાન અંગે જન જાગૃતિ અભિયાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું.
જે કેમ્પ દરમ્યાન ધી સુરત પીપલ્સ બેન્કના પ્રમુખ શ્રી મુકેશભાઇ દલાલ તથા સુરત જીલ્લા હોમગાર્ડઝ નાં જીલ્લા કમાન્ડન્ટ શ્રી ડૉ.પ્રફુલ વી. શિરોયા નાઓ હાજર રહેલ હતા.
પીપ્લસ બેંન્ક દ્વારા રક્ત દાતાને ભેટ આપીને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું
રેડ ક્રોસ બ્લડ સેંન્ટર ના ડો હરી કૃષ્ણ શિરોયા એ માનવ શરીર માટે રક્ત નું મહત્વ વિષેની માહિતી આપી હતી .
ડો પ્રફુલ્લ શિરોયા એ રક્ત દાન , નેત્ર દાન , અંગ દાન વિષેની માહીતી આપી હતી . સાથે સક્ષમ જે દિવ્યાંગ લોકો માટે કામકરતુ સંગઠન છે જેમાં જોડાયને દિવ્યાંગ લોકોને સક્ષમ બનાવી તેમ જનાવ્યુ હતું .
જે કેમ્પ દરમ્યાન 78 હોમગાડઁઝ જવાનો એ રકતા અર્પણ કર્યું હતું
ઝોનના અધિકારી મીત્રો
શ્વિજય ટી મહાજન ,રવિન્દ્ર આર. ચામ્બાર , મહેંદ્ર બી. લોહાર , અરૂણ એસ. તિવારી
, કૈલાશ પી. જાદવ , ગણેશ આર. પાટીલ , હિરાલાલ આર. વાઘ , પ્રવિણ ડી. કોલ્હે
, નિતિન મહાજન તેમજ હોમગાડઁઝ મિત્રો એ સાચી નાષ્કામ સેવાનું એક ઊદાહરણ પુરુ પડ્યું હતું . ઈનચારજ એંસી ગીરીશભાઈ પટેલે મુકેસભાઈ દલાલ , સનરાઈઝ સ્કુલ નું સ્થળ આપવા બદલ આશીષભાઈ બલદાણીયા , ડો શિરોયા , રેડ ક્રોસ બ્લડ સેન્ટર અને રક્ત દાતા નો આભાર વ્યક્ત કરેલ .