પ્રશ્ન કામે જનતાનો અવાજ કલેકટર કચેરી વલસાડ સુધી.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મેમ્બર અને 181 – કપરાડા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા વસંતભાઈ બરજુલભાઈ પટેલના નેતૃત્વમાં કપરાડા તાલુકાના પાણીની વિકટ પરિસ્થિતિ અને સ્થાનિક અધિકારીશ્રી ઓની બેદરકારી સામે આવતા પાણી માટે અનેક પરિવારોની હાલત અને પરિસ્થિતિ જોતા જનતાનો અવાજ કલેકટર કચેરીના દરબારમાં.
આ પ્રસંગે કપરાડાના યુથ કોંગ્રેસ પ્રમુખ મનુભાઈ જાદવ, કપરાડા તાલુકા કોંગ્રેસ સિનિયર આગેવાન અસ્ટોલ બાપુભાઈ,ટુકવાડાના માજી સરપંચશ્રી અને કપરાડા કૉંગ્રેસ સિનિયર આગેવાન અશ્વિનભાઈ ભોંવર,તાલુકા પંચાયત કપરાડા કોંગ્રેસ પક્ષના દંડક નિરંજનાબેન જાદવ અન્ય સિનિયર આગેવાનોનું પ્રતિનિધિ મંડળ કલેકટરશ્રીને મુલાકાત સાથે રજૂઆત તાત્કાલિક ધોરણે પીવાના પાણીની વ્યવસ્થા કપરાડા તાલુકાના દરેક ગામોમાં તથા અસ્ટોલ પાણી પુરવઠા યોજનાને યાદ કરાવી.