બોટાદ ખાતે આજ રોજ આદર્શ મહિલા ક્રેડિટ સોસાયટી અને સહકાર ભારતી ગુજરાત પ્રદેશ ના પ્રદેશ પદાધિકારીઓ શુભેચ્છા મુલાકાત કરી બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક માં જીવનભાઈ ગોલે (પ્રદેશ સંગઠન પ્રમુખ) , પિનાકીનભાઈ વિઠ્ઠલાણી ( પ્રદેશ કોષાધ્યક્ષ), વિજયભાઈ બારોટ (ક્રેડિટ સોસાયટી પ્રકોષ્ટ, સહકાર ભારતી, ગુજરાત પ્રદેશ), મહેન્દ્રભાઈ પટેલ ( કર્ણાવતી ક્રેડીટ સોસાયટી પ્રકોષ્ટ પ્રમુખ), સવજીભાઈ શેખ ( વિભાગ સહ સયોજક), ભુપતભાઈ ધાધલ (પ્રમુખ, સહકાર ભારતી બોટાદ જિલ્લા ), નયનાબેન સરવૈયા ( આદર્શ મહિલા ક્રેડિટ સોસાયટી ના ચેર પર્સન ), નીપાબેન મહેતા ( સહકાર ભારતી મહિલા શહેર પ્રમુખ) દ્વારા આદર્શ મહિલા ક્રેડિટ સોસાયટી અને સહકાર ભારતી માં વધુ માં વધુ બહેનો જોડાય અને બેહનો પગભર બને તે વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.ત્યારબાદ શ્રી બાબરકોટ સેવા સહકારી મંડળી લી. ની મુલાકાત કરી મંત્રી કનુભાઈ ડી.ખાચર પાસે થી ધિરાણ વસુલાત ની કામગીરી ની સર્ચા કરી હતી અને મંડળી માં વધુ ને વધુ ખેડૂતો જોડાય તેવા પ્રયત્ન કરવા આહવાન કરેલ પછી સૌરાષ્ટ્ર ની દેહાણ જગ્યા પાળિયાદ વિહળ ધામ માં ઠાકર ના દર્શન કરી જગ્યામાં થઇ રહેલ સત પ્રવૃત્તિ અને સેવા ભજન ભોજન અને ભક્તિ ગૌ સેવા જોઈ ખૂબ રાજીપો વ્યક્ત કરેલ અને ગૌ શાળા તથા અશ્વ શાળા ની મુલાકાત લીધી હતી જગ્યા ના સંસાલક પૂજ્ય ભયલુબાપુ ના આશિર્વદ લઇ અને જગ્યા માં પ્રસાદ લઇ ધન્યતા અનુભવેલ ભુપતભાઈ ધાધલ પ્રમુખ, સહકાર ભારતી બોટાદ જિલ્લા એ સમગ્ર કાર્યક્રમ દરમિયાન સાથે રહી માર્ગદર્શન પૂરું પાડેલ
સહકાર ભારતી ગુજરાત પ્રદેશ ના પદાધિકારીઓ બોટાદ જિલ્લા ની શુભેચ્છા મુલાકાતે
RELATED ARTICLES
+26
°
C
+29°
+17°
Gujarat
Monday, 09
Tuesday | +30° | +17° | |
Wednesday | +30° | +17° | |
Thursday | +29° | +18° | |
Friday | +27° | +15° | |
Saturday | +27° | +14° | |
Sunday | +27° | +15° |
See 7-Day Forecast
- Advertisment -